News Continuous Bureau | Mumbai
મુંબઈ-નાગપુર(Mumbai-nagpur) વચ્ચે બાંધવામાં આવી રહેલા 701 કિલોમીટર લાંબા હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે(bala saheb thackeray) સમૃદ્ધિ મહામાર્ગનું(Samruddhi Expressway) કામ ખતમ થવાના આરે છે.
આ નવા ધોરીમાર્ગનું ઉદ્ઘાટન(Inaugration) સીએમ ઉદ્ધવ ઠાકરેના(CM uddhav thackeray) હસ્તે કરવામાં આવશે.
નાગપુરથી સેલુ બજાર(Shelu bazar) વચ્ચેના 210 કિમીના સમૃદ્ધિ માર્ગનો પ્રથમ ભાગ ઉદ્ઘાટન બાદ 2 મેથી ટ્રાફિક(Traffic) માટે ખોલવામાં આવશે.
નાગપુરથી શિરડીનો(Shirdi) બીજો તબક્કો ઓગસ્ટ સુધીમાં શરૂ કરવામાં આવશે.
જોકે મુંબઈથી નાગપુર સુધીના આ પ્રોજેક્ટનો આખો કોરિડોર ડિસેમ્બર 2023 પહેલા શરૂ કરવાનો લક્ષ્યાંક છે.
આ માહિતી શહેરી વિકાસ અને જાહેર સાહસ મંત્રી એકનાથ શિંદેએ(Eknath shinde) આપી હતી.
આ સમાચાર પણ વાંચો : શું રામદાસ આઠવલે ભાજપ સાથે પોતાનો છેડો ફાડશે? આ સંકેતો મળી રહ્યાં છે.. જાણો વિગતે