ન્યૂઝ કંટીન્યૂઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
ઉપનગર મુંબઈના પાલક મંત્રી તેમજ મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને ઉદ્ધવ ઠાકરેના ચિરંજીવ આદિત્ય ઠાકરે પહેલી વખત મુંબઇ ની લોકલ ટ્રેન સંદર્ભે બયાન આપ્યું છે.
આદિત્ય ઠાકરે જણાવ્યું કે સામાન્ય માણસને લોકલ ટ્રેનમાં પરવાનગી આપવામાં આવી નથી જેને કારણે મુંબઈ ઉપનગર તેમજ થાણા, ડોમ્બીવલી, કલ્યાણ અને પાલઘર વિસ્તારમાં રહેતા નોકરિયાત વર્ગને ખૂબ તકલીફ થઈ રહી છે. આ સમસ્યામાંથી રસ્તો કાઢવા માટે સરકાર વિચાર કરી રહી છે કે ખાનગી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને પણ ક્યુ આર કોડ ના માધ્યમથી ટ્રેન માં પ્રવેશ આપવામાં આવે. આ સંદર્ભે નિયમો અને નીતિઓ શું હશે તે માટે અંતિમ સ્વરૂપ આપવા નું કામ ચાલુ છે.
જોકે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ નવી નિયમાવલી ક્યાં સુધીમાં લાગુ કરવામાં આવશે. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે અનલોક પાંચ લાગુ થતાની સાથે જ કોઈ પગલા ઊંચકવામાં આવશે.
