News Continuous Bureau | Mumbai
Ajit Pawar Plane Crash Video: અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતીમાં સભાઓને સંબોધવા માટે રવાના થયા હતા. બારામતીમાં લેન્ડિંગ દરમિયાન તેમનું ખાનગી વિમાન ક્રેશ થયું હતું. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો ભયાનક હતો કે વિમાનના ફુરચા ઉડી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
વીડિયોમાં શું જોવા મળી રહ્યું છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં વિમાનની ભયાનક સ્થિતિ સ્પષ્ટ દેખાય છે.વિમાન ખેતરમાં કે ખુલ્લી જગ્યામાં ટુકડે-ટુકડા થયેલું જોવા મળે છે. દુર્ઘટના બાદ ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે અને સ્થાનિક લોકો મદદે દોડતા જોવા મળે છે.સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટીતંત્ર કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Deputy Chief Minister Ajit Pawar’s aircraft crashed earlier today.
The first footage from Baramati, #Maharashtra shows the site where Local authorities are investigating, and further information is awaited#AjitPawar NCP chief and Maharashtra’s Deputy Chief Minister, died in a… pic.twitter.com/uQWbYPKYi5— Anjli sharma 🐦 (@Anjli__queen) January 28, 2026
આ સમાચાર પણ વાંચો: Ajit Pawar passes away: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: ડેપ્યુટી CM અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન; બારામતીમાં લેન્ડિંગ વખતે સર્જાઈ દુર્ઘટના.
અધિકારીઓ દ્વારા પુષ્ટિ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બુધવારે સવારે બારામતી એરપોર્ટ નજીક થયો હતો. વિમાનમાં અજિત પવારની સાથે તેમના સુરક્ષાકર્મીઓ અને સહાયકો પણ હતા. લેન્ડિંગ દરમિયાન કોઈ ટેકનિકલ ખામી સર્જાતા વિમાન કાબૂ બહાર ગયું અને જમીન પર પટકાયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવારનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત નીપજ્યું હતું.
બારામતીની સભાઓ અને શોક
અજિત પવારની આજે બારામતીમાં ચાર મહત્વની સભાઓ યોજાવાની હતી. તેમના નિધનના સમાચાર મળતા જ બારામતી સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તમામ રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને મોટા નેતાઓ પુણે તરફ રવાના થયા છે. આ મહારાષ્ટ્રના રાજકારણ માટે ક્યારેય ન પુરાય તેવી ખોટ છે.