ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
ભાયંદર પશ્ચિમમાં ઉત્તરન ખાતે માછીમારની જાળમાં 20 ફૂટ લાંબી વહેલ માછલી ફસાઈ ગઈ હતી. ડેવિડ ગાર્યા નામના માછીમારે દરિયાકાંઠાથી 10 નોટિકલ માઈલ દૂર જાળ બિછાવી હતી. આ જાળમાં ફસાયેલી માછલીઓને ખાવાની લાલચમાં વહેલ માછલીઓની નજીક આવી અને પોતે જ એમાં ફસાઈ ગઈ. આખરે વહેલને છોડવા માટે માછીમારે 15,000 રૂપિયાની જાળ કાપી નાખી. આવું કરવામાં તેને આશરે બે કલાક જેટલો સમય લાગ્યો. હવે માછીમારી સંગઠને સરકાર પાસે માગણી કરી છે કે માછીમારને વળતર પેટે સરકાર પચીસ હજાર રૂપિયા આપે.
દેશનાં આ રાજ્યમાં 18 જંગલી હાથીઓનાં નિપજ્યા મોત, તંત્ર થયું દોડતું
ભાયંદરમાં માછીમારની જાળમાં ફસાઈ વહેલ માછલી. માછીમારે વહેલ માછલીને છોડાવવા 15,000ની જાળી કાપી નાખી #Mumbai #MiraBhayander #Whale #fisherman pic.twitter.com/EZqzrJCxYv
— news continuous (@NewsContinuous) May 14, 2021
