News Continuous Bureau | Mumbai
ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે પશ્ચિમ રેલવે દ્વારા સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે જમ્બો બ્લોકની જાહેરાત કરવામાં આવી છે.
આ જમ્બો બ્લોક રવિવાર, 13 મી માર્ચ 2022ના રોજ સવારે 10.00 કલાકથી 15.00 કલાક સુધીઅપ અને ડાઉન સ્લો લાઇન પર પાંચ કલાકનો રાખવામાં આવ્યો છે.
બ્લોક દરમિયાન તમામ ઉપનગરીય ટ્રેનો સાંતાક્રુઝ અને ગોરેગાંવ સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડશે.
સ્લો લાઇનની તમામ ઉપનગરીય ટ્રેનોને વિલેપાર્લે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને 6ની ફાસ્ટ લાઇન પર ડબલ હોલ્ટ આપવામાં આવશે અને રામ મંદિર સ્ટેશન પર બંને દિશામાં ટ્રેનો ઉભી રહેશે નહીં.
સાથે જ બ્લોક દરમિયાન કેટલીક ઉપનગરીય ટ્રેનો પણ રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનને મુંબઈ પોલીસનું તેડું, આ તારીખે હાજર રહેવાનો આપ્યો આદેશ; જાણો શુ છે સમગ્ર મામલો