Site icon

હવાઈ મુસાફરો માટે કામના સમાચાર – મુંબઈનું છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ આ તારીખે છ કલાક માટે રહેશે બંધ- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો અથવા તો કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. ઓક્ટોબર(October) મહિનામાં મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર 6 કલાક માટે હવાઈ મુસાફરી બંધ(Closed) રહેશે. ચોમાસા બાદ વિવિધ કામો કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Chhatrapati Shivaji Maharaj International Airport)ના 14/32 અને 9/27 રનવે 18 ઓક્ટોબરે 6 કલાક માટે બંધ રહેશે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ 18 ઓક્ટોબરે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે. આ સમય દરમિયાન, રનવેની બંને બાજુની લાઇટ, એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઈટ બદલવામાં આવશે. આ સમારકામ બાદ સાંજે 5 વાગ્યા પછી ફ્લાઇટ માટે રનવે ખોલવામાં આવશે. મુંબઈ એરપોર્ટ પ્રશાસને આ સમયગાળા દરમિયાન મુસાફરી કરતા પ્રવાસીઓને મુસાફરી કરતા પહેલા સંબંધિત એરલાઈન્સ પાસેથી માહિતી મેળવવા વિનંતી કરી છે.

આ સમાચાર પણ વાંચો : બોરીવલીના આંગણે દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠક બોલાવશે ગરબાની રમઝટ- હાઇકોર્ટે ગરબા ઇવેન્ટને લઈને દાખલ કરાયેલ અરજી ફગાવી

મહત્વનું છે કે  અગાઉ પણ આ રનવે 10 મેના રોજ છ કલાક માટે બંધ કરવામાં આવ્યા હતા. આ રનવે પરથી દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ ટેક ઓફ કરે છે.

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version