News Continuous Bureau | Mumbai
મુંબઈના કાંદીવલી(kandivali) પરિસરમાં મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) કરોડો રૂપિયા ખર્ચીને પોઇસર નદીને(Poiser River) પહોળી કરવાની સાથે જ સુરક્ષા દીવાલ(Security wall) બાંધ્યા બાદ પણ ભારે વરસાદમાં(Rain) પોઇસર નદીમાં પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયા હતા. વારંવારની ફરિયાદ પણ પ્રશાસને ધ્યાન આપતા સ્થાનિક વિધાનસભ્ય યોગેશ સાગરે(MLA Yogesh Sagar) BMC કમિશનરની ઘરની બહાર ધરણા કરવાની ચીમકી આપી હતી. છેવટે પાલિકાના એડિશનલ કમિશરન(BMC Additional Commissioner) પી.વેલારસુએ(P. Velarsu) આવશ્યક પગલાં લેવાનું આશ્વાસન આપતા હાલ પૂરતું આંદોલન આપતા આંદોલન(Protest) હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ભારે વરસાદ(heavy rain) દરમિયાન પોઇસર નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસી જવાની વર્ષોથી સમસ્યા રહી છે. તેથી પાલિકાએ પોઇસર નદીનો પટ પહોળો કરવાની તેમ જ અહીં સેફટી વોલ(Safety Wall) બાંધવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ કામ કર્યા બાદ પણ સ્થાનિક રહેવાસીઓને તેનો કોઈ ફાયદો થયો નથી. ઉલટાનું સમસ્યા વધી ગઈ હોવાની ફરિયાદ રહેવાસીઓ સતત કરતા આવ્યા છે.
પોઇસર નદી પાસે બાંધવામાં આવેલો બ્રિજ ખોટી રીતે બનાવવામાં આવ્યા બાદ અને તે બ્રિજના કોન્ટ્રાક્ટરને(Bridge contractor) છાવરવા માટે ઝૂંપડાઓને હટાવીને નદીનો પટ પહોળો કરવામાં આવ્યા બાદ પણ લોકોને રાહત મળી ન હોવાનો આરોપ પણ સ્થાનિક રહેવાસીઓ અનેક વખત કરી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : રિક્ષા-ટેક્સીવાળાઓની મનમાનીનો આવશે અંત- મુંબઈગરા હવે હાથના ટીચકે આ રીતે કરી શકશે RTOને ફરિયાદ-જાણો વિગત
ચારકોપના(Charkop) ધારાસભ્ય યોગેશ સાગરના જણાવ્યા મુજબ આ બાબતે પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલ સિંહ ચહલને(Iqbal Singh Chahal) પત્ર લખી જાણ કરી હતી કે કાંદીવલી (વેસ્ટ)માં તેમના ચારકોપ વિધાનસભા મતવિસ્તારમાં જીવન વિદ્યા મિશન માર્ગ (સ્મશાન માર્ગ), દહાણુકરવાડીમાં છેલ્લા પાંચ વર્ષથી હાઉસિંગ સોસાયટીના(Housing Society) પરિસરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. આ અંગે નક્કર પગલાં લેવા તથા પાણીનો ભરાવો(Water logging) થાય નહીં તે અંગે છેલ્લા 5 વર્ષથી પત્રવ્યવહાર કરીને સતત ફોલોઅપ કરવામાં આવી રહ્યું છે. આ માટે છ મ્યુનિસિપલ કમિશનરો (આર-દક્ષિણ), મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર, પુલ વિભાગના ચીફ એન્જિનિયર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ વિભાગના ચીફ એન્જિનિયર, પાલિકાના એડિશનલ કમિશનર (પ્રોજેક્ટ) એ પણ અહીં વારંવાર નિરીક્ષણ કર્યું હતું. તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે અમારી સાથે અનેકવાર પત્રવ્યવહાર પણ કર્યો હતો છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા.
ધારાસભ્યના કહેવા મુજબ પાલિકાના અધિકારીઓની અજ્ઞાનતાને કારણે પોઇસર નદી પરનો પુલ જે હાલ પૂરો થઈ રહ્યો છે, તેની ખોટી ડિઝાઇન, પ્રોટેક્શન વોલને કારણે આ ચોમાસાની સિઝનમાં(Monosoon season) અહીની રેસિડેન્શિયલ સોસાયટીઓને મુશ્કેલી પડી રહી છે. પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે. તેમને નિયમિત વેરો ભરતા રહેવાસીઓની તકલીફ સાથે કોઈ લેવાદેવા નથી. અમારી ફરિયાદ પ્રત્યે સતત દુર્લક્ષ કરવામાં આવતું હોવાથી ના છૂટકે કમિશનરના ઘરની બહાર ધરણાની ચીમકી આપવામાં આવી હતી. છેવટે બુધવારે એડિશનલ કમિશનર પી.વેલરાસુએ મુલાકાત આપ્યા બાદ આ બાબતે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યા બાદ હાલ પુરતો આંદોલનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું યોગેશ સાગરે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ગુડ ન્યુઝ- મુશળધાર વરસાદમાં મુંબઈનું આ તળાવ છલકાયું- હવે બીજા જળાશયોનો વારો-જાણો વિગત