ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
29 સપ્ટેમ્બર 2020
કોરોના એ વૈશ્વિક મહામારી છે. જેના કારણે દેશ-દુનિયામાં આર્થિક મંદી વ્યાપ્ત છે એવા સમયે ઈલાજ કરનારી હોસ્પિટલો દર્દીઓ પાસે વધુ પૈસા પડાવી રહી છે એવી માહિતી રાજ્યના ગૃહ મંત્રી સુધી પહોંચી છે.. કોરોના ના દર્દીઓ ને લાખો રૂપિયાનું મેડિકલ બિલ આપાતા નાગરિકોમાં રોષ વ્યાપ્યો છે. રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે આ ફરિયાદ થનાર સામે કડક શબ્દોમાં પગલાં લેવાની ચીમકી આપી છે. તેમણે કહ્યું કે જે કોઈ કોરોના ના દર્દી લૂંટશે તેને બરાબર ના પાઠ ભણાવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે જે તે નર્સિંગ હોમ કે હોસ્પીટલો કે લેબોરેટરી વિશે જે દિવસે ફરિયાદ મળશે ત્યારે જ ખાસ સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવશે. આ સ્ટીંગ ઓપરેશન ગૃહ વિભાગ દ્વારા હાથ ધરાશે.
'મારા મારો પરિવાર મારી જવાબદારી' ઝુંબેશની સરકારે જાહેરાત કર્યા બાદ એનો જોરશોરથી અમલ કરાવવાનું સરકારે શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં હોસ્પિટલો અને લેબોરેટરી દર્દીઓને લૂંટતી હોવાની ફરિયાદો મળ્યા બાદ ગૃહમંત્રીએ ઉપરોક્ત નિવેદન આપ્યું છે. સાથે જણાવ્યું છે કે આની ફરિયાદ તમે 100 નંબર ઉપર પોલીસને ફરિયાદ કરી શકો છો અથવા તો મોબાઈલ નંબર 9823300100 પર મેસેજ કરી શકો છો..
