Site icon

Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!

મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ પ્રો. રામ શિંદેએ રાજ્ય સરકારને આપ્યા નિર્દેશ; અનધિકૃત બાંધકામ, ફી અને કર ચોરીની તપાસ કરવાના આદેશ.

Private Coaching Classes મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો

Private Coaching Classes મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો

News Continuous Bureau | Mumbai

Private Coaching Classes મુંબઈ શહેરમાં ચાલી રહેલા તમામ ખાનગી કોચિંગ ક્લાસની તપાસ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ સંબંધિત અધિકારીઓની સમિતિ બનાવીને મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ કરવી અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરવો, એવા સ્પષ્ટ નિર્દેશ વિધાન પરિષદના અધ્યક્ષ પ્રો. રામ શિંદેએ આપ્યા હતા.

Join Our WhatsApp Community

સમિતિએ આ બાબતોની કરવી પડશે તપાસ

પ્રો. શિંદેએ મુંબઈ મહાનગરપાલિકાના ક્ષેત્રમાં તેમજ રાજ્યમાં અનેક ખાનગી કોચિંગ ક્લાસ શરૂ હોવાની બાબત ઉપસ્થિત અધિકારીઓના ધ્યાન પર લાવી. ત્યારબાદ પ્રો. શિંદેએ વહીવટીતંત્રને સીધા નિર્દેશ આપતા કડક શબ્દોમાં તાકીદ કરી કે, આ સમિતિએ તપાસ કરતી વખતે, હાલમાં ક્લાસ ચાલુ હોય તે જગ્યા, ક્લાસની જગ્યાએ અગ્નિ સુરક્ષા, પાર્કિંગની વ્યવસ્થા યોગ્ય છે કે નહીં, વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી વસૂલીને ઓછી રકમ બતાવવી અને તેમાં કર ચોરી કરવી, રહેણાંક સંકુલની પરવાનગી ધરાવતી ઇમારતમાં ખાનગી ક્લાસ શરૂ કરવા અને અનધિકૃત બાંધકામ જેવી તમામ બાબતોની તપાસ કરવી. તેમજ વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ફી અંગે પણ સંબંધિત વિભાગે તપાસ કરવી, તેવા નિર્દેશ અધ્યક્ષ પ્રો. શિંદેએ આપ્યા.

આ સમાચાર પણ વાંચો : Madhuri Dixit: ૩૭ વર્ષ પહેલાં રિલીઝ થયેલા આ હિટ ગીત ને કારણે માધુરી દીક્ષિત થઇ હતી લોકપ્રિય, આ ગીત પર જ લોકોએ વરસાવ્યા હતા પૈસા

ખાનગી ક્લાસ અંગે શિયાળુ સત્રમાં રજૂ થશે વિધેયક

રાજ્યના ખાનગી કોચિંગ ક્લાસ સંદર્ભે વિધેયકનું પ્રારૂપ તૈયાર કરવાની કાર્યવાહી શરૂ હોવાનું શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેએ આ બેઠકમાં જણાવ્યું. તેના પર આ વિધેયક અને સંબંધિત કાયદો પરિપૂર્ણ થાય તે દૃષ્ટિકોણથી લોકો પાસેથી પણ સૂચનો મંગાવવા જોઈએ, એમ અધ્યક્ષ પ્રો. શિંદેએ જણાવ્યું. તેમજ ખાનગી ક્લાસ સંદર્ભે સર્વસમાવેશક એવું વિધેયક આગામી શિયાળુ સત્રમાં રજૂ થવું જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું.

BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Mumbai Crime: ચોંકાવનારો કિસ્સો મુંબઈમાં ૨૯ વર્ષીય યુવતીને સુધીર ફડકે બ્રિજ નીચે ઢસડી જઈ દુષ્કર્મનો પ્રયાસ, આરોપી ઝડપાયો?
Digital Arrest: મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ કરીને અધધ આટલા કરોડની ઠગાઈ, તપાસમાં ખુલ્યું ચીન-હોંગકોંગ-ઇન્ડોનેશિયાનું જોડાણ
Exit mobile version