Site icon News Continuous Bureau | Mumbai

Madhuri Dixit: ૩૭ વર્ષ પહેલાં રિલીઝ થયેલા આ હિટ ગીત ને કારણે માધુરી દીક્ષિત થઇ હતી લોકપ્રિય, આ ગીત પર જ લોકોએ વરસાવ્યા હતા પૈસા

Madhuri Dixit: માધુરી દીક્ષિત એકવાર કપિલ શર્માના શો પર આવી હતી જ્યાં તેને જણાવ્યું હતું કે રિયલ એક્સપિરિયન્સ લેવા માટે એકવાર તે પોતે થિયેટર ગઈ હતી . ફિલ્મનું નામ 'તેજાબ' હતું અને ગીત હતું 'એક દો તીન'.

Madhuri Dixit's Hit Song Released 37 Years Ago, People Showered Money, Actress Went to Theater Wearing a Burqa

Madhuri Dixit's Hit Song Released 37 Years Ago, People Showered Money, Actress Went to Theater Wearing a Burqa

News Continuous Bureau | Mumbai

Madhuri Dixit: માધુરી દીક્ષિતની વર્ષ ૧૯૮૮માં એક ફિલ્મ આવી હતી, નામ હતું ‘તેજાબ’. આ ફિલ્મની વાર્તાની સાથે-સાથે તેના ગીતો પણ જબરદસ્ત હિટ થયાં હતાં. તેમાં પણ ગીત ‘એક દો તીન’ એ માધુરી ને લોકપ્રિયતા ના શિખર પર પહોંચાડી દીધી હતી. આજકાલના અભિનેતાઓમાં આ વાત ખૂબ સામાન્ય છે કે તેઓ પોતાની ફિલ્મ જોવા માટે સંતાઈને થિયેટર જાય છે, જેથી તેઓ દર્શકોના લાઇવ રિએક્શનનો આનંદ લઈ શકે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rangela Re Release: 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં આવી રહી છે આમિર ખાનની ‘રંગીલા’, જાણો ક્યારે થશે રી રિલીઝ

એક કલાકમાં લખાયું હતું ગીત

માધુરી દીક્ષિત ૩૭ વર્ષ પહેલાં તે અનુભવ લઈ ચુકી છે. આ ફિલ્મનું ગીત ‘એક દો તીન’ ખૂબ લોકપ્રિય થયું હતું. લોકો થિયેટરમાં જ ‘મોહિની… મોહિની…’ કહીને બૂમો પાડવા લાગ્યા હતા. અભિનેત્રી અનેક પ્રસંગોએ આ વાતનો સ્વીકાર કરી ચૂકી છે. આ ગીત જાવેદ અખ્તરે લખ્યું હતું અને તેની પાછળની ખાસ વાત એ છે કે તેના પર વધારે કોઈ ખાસ મહેનત કરવામાં આવી ન હતી અને માત્ર એક જ કલાકમાં ગીત તૈયાર થઈ ગયું હતું.


લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ તેનું સંગીત આપ્યું અને માધુરીના ધમાકેદાર ડાન્સે તેમાં ચાર ચાંદ લગાવી દીધા. આ ગીત હંમેશા માટે અમર થઈ ગયું. માધુરી દીક્ષિતે એકવાર કપિલ શર્માના શોમાં જણાવ્યું હતું કે લોકો થિયેટરમાં સિક્કા ફેંકવા લાગ્યા હતા.આ ક્ષણ વિશે વાત કરતાં માધુરીએ કહ્યું, ‘તમને ખબર છે કે થિયેટરમાં ખૂબ મજા આવે છે, તો હું પણ થિયેટરમાં જોવા માટે ગઈ હતી. અમે લોકો અંદર ગયા ત્યારે મેં બુરખો પહેર્યો હતો, જેથી મને કોઈ ઓળખી ન શકે.અમે અંદર ગયા અને બેસી ગયા.  હું ‘એક દો તીન’ ગીતની રાહ જોઈ રહી હતી. અમે લોકો આગળ બેઠા હતા, જેવું જ ગીત શરૂ થયું કે લોકોએ સિક્કા ફેંકવાના શરૂ કરી દીધા હતા, જે અમારા માથા પર આવીને પડતા હતા. પછી અમે લોકો ત્યાંથી ભાગી ગયા.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 OTT Release| ધુરંધરની ઓટીટી પર ફરી મચી ધૂમ, શું બનશે એવરગ્રીન મૂવી? જાણો ફિલ્મોની શેલ્ફ લાઈફ કેવી રીતે નક્કી થાય છે
Twisha Sharma Mugguru Monagallu| ટ્વિશા શર્માની ‘મુગ્ગુરુ મોનાગાલ્લુ’ સાઉથની આ સસ્પેન્સ ફિલ્મ ઓટીટી પર કેમ મચાવી રહી છે ધમાલ? જાણો વિગત
YRKKH Twist।ટીવી જગતમાં ખળભળાટ ‘યે રિશ્તા…’ માંથી અરમાનઅભિરાની એક્ઝિટ? આ બે નવા પાત્રો સાથે શરૂ થશે શોની આગામી પેઢી
Anupamaa Alka Kaushal Jail| ‘અનુપમાની ‘મોટી બા’ ની જિંદગીનો એ કાળો અધ્યાય જ્યારે સગી માતા સાથે એક્ટ્રેસ પહોંચી ગઈ જેલના સળિયા પાછળ, આ હતું કારણ
Exit mobile version