ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર, 2021
ગુરુવાર
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે તપાસમાં જોડાવા માયાનગરી પહોંચ્યા છે.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા જઈ રહ્યા છે અને તેમને દેશની ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.
કોર્ટે મિલકત જપ્ત કરવાનો આદેશ આપ્યા બાદ પરમબીર સિંહ હાજર થયા છે.
બે દિવસ પહેલા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પરમબીર સિંહના બંને ઘરના દરવાજે ઘોષિત ગુનેગારની નોટિસ ચોંટાડી હતી.
મંગળવારે ચોંટાડવામમાં આવેલી આ નોટિસમાં પરમબીર સિંહને 30 દિવસની અંદર તપાસ એજન્સી અથવા કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈ અને થાણેમાં 5 કેસ નોંધાયેલા છે.
