ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 સપ્ટેમ્બર 2020
મુંબઈમાં ચાલુ વર્ષે વરસાદ મન મુકીને વરસ્યો છે.. જેમાં જૂની કે કાચી ઈમારતો પત્તા ની જેમ તૂટી પડી છે. વધુ એક ઘટના નોંધાઈ છે જેમા નાલાસોપારાની પૂર્વમાં એક ચાર માળનું મકાન ધરાશાયી થયું હતું. લગભગ 20 પરિવારો આ મકાનમાં રહેતા હતા. સ્થાનિક રહીશોની જાગરૂગતાને કારણે જાનહાની થઈ નથી પરંતુ રહેવાસીઓ ને મોટું આર્થિક નુકસાન થયું છે. નાલાસોપારા પૂર્વમાં મજેઠીયા પાર્ક વિસ્તારમાં 4 માળની અનધિકૃત બિલ્ડિંગનું બાંધકામ 2009 માં કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં કુલ 20 ઓરડાઓ હતા. ચોમાસા પહેલાં મહાપાલિકાએ મકાન જોખમી હોવાથી તોડી પાડવા માટે રહેવાસીઓને નોટિસ ફટકારી હતી. પરિણામે, 15 પરિવારોએ મકાન છોડી જતાં રહયાં હતાં જ્યારે 5 પરિવારો એક જ મકાનમાં રહેતા હતા.
મંગળવારની રાત્રે 10 વાગ્યાથી બિલ્ડિંગ તૂટી પડવાનો ભય હતો. જેનાથી રહીશોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ તમામ રહેવાસી મકાનમાંથી નીચે ઉતરી ગયા હતા. અને સવારે 1 વાગ્યે, 4-માળની ઇમારત પત્તાની જેમ દરેકની નજર સામે ઢળી પડી હતી. આ બનાવની જાણ થતાં જ વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના 5 વાહન સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે, મકાનનો કાટમાળ દૂર કરવાની કામગીરી સવારે શરૂ કરવામાં આવી હતી. આ ઘટના બાદ બિલ્ડિંગના બાંધકામ અને બિલ્ડર સામે પ્રશ્નાર્થ ચિન્હો ઉભાં થઈ રહ્યા છે. તમામ સ્થાનિકોએ પણ તે બિલ્ડર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
Join Our WhatsApp Community