ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
મુંબઈની એક ખાનગી હોસ્પિટલે આજથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને મફત રસી આપવાની જાહેરાત કરી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મરીન લાઈન્સની બોમ્બે હોસ્પિટલમાં 17,000થી વધુ કોરોના રસીઓનો સ્ટોક છે, જે હવે વિના મૂલ્યે આપવામાં આવશે.
હોસ્પિટલની જાહેરાત મુજબ રસીના બંને ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે.
હોસ્પિટલે ગોલ્ડન ઓવર ફાઉન્ડેશન નામની એનજીઓ સાથે મળીને આ અભિયાન શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈની ઘણી મોટી ખાનગી હોસ્પિટલો પહેલાથી જ આર્થિક રીતે નબળા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પુખ્ત વયના લોકોને મફત કોરોના રસી પૂરી પાડી રહી છે.
વિપક્ષના મોદી સરકાર પર આકરા પ્રહારો, હવે આ કાયદો પરત ખેંચવાની કરી માંગણી; જાણો વિગતે
