News Continuous Bureau | Mumbai
કેન્દ્રીય મંત્રી(Central Minister) નારાયણ રાણેની(Narayan Rane) અડચણોમાં ફરી વધારો થયો છે. જુહુમાં આવેલા બંગલામાં ગેરકાયદે બાંધકામને(Illegal construction) અગાઉ મુંબઈ મહાનગરપાલિકા નોટિસ(BMC notice) આપી હતી. હવે મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટરે(District Collector) તેમને બંગલાને લઈને નોટિસ મોકલી છે. આ નોટિસ જુહુમાં આવેલા અધિશ બંગલાના(Adhish Bungalow) બાંધકામમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન(CRZ)ના ઉલ્લંઘન પ્રકરણમાં મોકલવામાં આવી છે. નારાયણ રાણેને 10 જૂને સુનાવણી માટે હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા(BJP leader) નારાયણ રાણેના જુહુમાં આવેલા આધિશ બંગલાને પર્યાવરણ મંત્રાલય(Ministry of Environment) દ્વારા 2007માં CRZ હેઠળ NOC આપવામાં આવી હતી. જોકે હવે નારાયણ રાણે પર બે શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. નિયમ મુજબ આ બંગલાની એફએસઆઈ(FSI) એક હતી. તેના બદલે 2.12 FSI નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ આ બંગલા માટે 2810 ચોરસ મીટરની બાંધકામ પરવાનગી આપવામાં આવી હતી. તેના બદલે 4272 ચૌમી બનાવવામાં આવી છે. એટલે કે આ નોટિસમાં 1461 ચોરસ મીટર વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ખારના લાવી એપાર્ટમેન્ટમાં BMCના અધિકારીઓ ઓચિંતી વિઝિટ – આ કારણથી રહેવાસીઓનું ટેન્શન વધી ગયું
CRZ કેસમાં ઉલ્લંઘન અંગે કોસ્ટલ મેનેજમેન્ટ ઓથોરિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ મુંબઈ ઉપનગરીય જિલ્લા કોસ્ટલ એરિયા મેનેજમેન્ટ કમિટીએ(Mumbai Suburban District Coastal Area Management Committee) મુંબઈ મહાનગરપાલિકાના(BMC) અહેવાલના આધારે રાણેને નોટિસ પાઠવી હતી. આ સમિતિ મુંબઈ ઉપનગરીય જિલ્લા કલેક્ટર હેઠળ આવે છે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને 10 જૂને સુનાવણીમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો તે સુનાવણીમાં હાજર નહીં રહે તો તે આ આધાર પર આગળની કાર્યવાહી કરશે કે તેની પાસે આ મામલે કોઈ પુરાવા નથી.