ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
મુંબઈમાં પહેલી જાન્યુઆરી, 2022થી તમામ ટૅક્સીના રૂફટૉપ પર ઇન્ડિકેટર રાખવું ફરજિતાય રહેશે. જે ટૅક્સી પર ઇન્ડિકેટર બેસાડવામાં નહીં આવે એ ટૅક્સીને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં એવો નિર્ણય રાજ્યની ટ્રાન્સપૉર્ટ ઑથૉરિટીએ લીધો છે.
આ નિર્ણય પ્રવાસી માટે ફાયદાકારક બની રહેશે, કારણ કે સામાન્ય રીતે ટૅક્સી-ડ્રાઇવર અને પ્રવાસી વચ્ચે ભાડાને લઈને હંમેશાં માથાકૂટ થતી હોય છે. હવે એને ટાળવા માટે રૂફટૉપ ઇન્ડિકેટર મહત્ત્વનું સાબિત થઈ રહેશે. ટૅક્સીની ઉપર રહેલ ઇન્ડિકેટર ત્રણ રંગ બતાવશે. લીલો રંગ એટલે ટૅક્સીચાલક ભાડું લેવા તૈયાર છે. સફેદ રંગ એટલે ડ્રાઇવર ભાડું લેવા તૈયાર છે. લાલ રંગ એટલે પ્રવાસી ટૅક્સીમાં છે.
આખરે ગિરદીથી ખીચોખીચ એવી કાંદિવલીની આ માર્કેટને સુધરાઈએ પરવાનગી ન આપી; જાણો વિગત
2019માં સરકારે તમામ ટૅક્સીઓ માટે ઇન્ડિકેટર ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો, જેને પહેલી ફેબ્રુઆરી, 2020થી અમલમાં મૂકવાનો હતો. એ મુજબ નવી ટૅક્સીનું રજિસ્ટ્રેશન કરતી વખતે તેની છત પર ઇન્ડિકેટર હોવું ફરજિયાત થઈ ગયું હતું. જૂની ટૅક્સીને રૂફટૉપ પર ઇન્ડિકેટર બેસાડવા માટે એક જાન્યુઆરી, 2021 સુધીની મુદત આપવામાં આવી હતી. કોરોનાને કારણે આ મુદત લંબાવી દેવામાં આવી હતી.