ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑક્ટોબર, 2021
બુધવાર
મુંબઈની સેવન સ્ટાર હૉટેલમાં ભોંયરું કરીને ચોરી કરનારી પવઈ પઠાણ ગૅન્ગના બે સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ પાસેથી ચોરાયેલી આશરે 7 લાખની કિંમતની ઇટાલીની પિત્તળની તૂટેલી મૂર્તિ મળી આવી છે. હૉટેલની પાછળની દીવાલમાં આરોપીઓએ ભોંયરું કર્યું હતું, ત્યાંથી અવરજવર કરતા હતા. તેમણે મૂર્તિને કટરથી કાપીને આરે કૉલોનીના જંગલમાં છુપાવીને વેચવાની તૈયારી કરી લીધી હતી.
12 ઑક્ટોબરના રોજ આરે કૉલોનીમાં ઈમ્પિરિયલ પૅલેસ હૉટેલ સંકુલમાં 10 ફૂટ ઊંચી રોમન યોદ્ધાની પ્રતિમા અચાનક ગાયબ થવાની ફરિયાદ થઈ હતી. આરે પોલીસે મૂર્તિ ચોરીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી. હૉટેલની આસપાસના સ્થળનું CCTV ફૂટેજમાં નિરીક્ષણ કર્યું હતું. હૉટેલ પાછળ જંગલમાં મૂર્તિને ઢસડીને લઈ જવાનાં નિશાન દેખાયાં હતાં. આ આધારે પોલીસે સમગ્ર વિસ્તારના જંગલમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં, પણ હજી આટલા લોકો હોમ ક્વોર્ન્ટાઇન; જાણો વિગત
તપાસ દરમિયાન પોલીસને આરે કૉલોનીના બાંગુડા જંગલમાં મૂર્તિઓના કેટલાક ટુકડા મળ્યા હતા. પોલીસે આસપાસના જંગલમાંથી લગભગ 300 કિલો જેટલા પિત્તળની મૂર્તિના ટુકડા મળ્યા હતા. જેની કિંમત આશરે 7 લાખ રૂપિયા છે. આ ઉપરાંત પોલીસને એવી પણ માહિતી મળી હતી કે ચોરો મૂર્તિના ટુકડાઓ લઈને કુર્લા ચોરબજારમાં વેચવા ગયા હતા.
ઈમ્પિરિયલ હૉટેલના સિક્યૉરિટી ઇન્ચાર્જ શિવકુમાર સુંદરરાજે આ અંગે જણાવ્યું હતું લૉકડાઉનમાં હૉટેલ બંધ થવાને કારણે ઘણી ચોરીઓ થઈ રહી છે. ઘણી વખત ચોરોએ હૉટેલના કાન્સ અને પિત્તળનાં શિલ્પો, મોંઘાં ઝુમ્મર, મહત્ત્વની શણગારની વસ્તુઓ ચોરીને જંગલમાં ફેંકી દીધી હતી અને પછી એને લઈ ગયા. આ દરમિયાન ચોરોએ હૉટેલની પાછળની દીવાલ તોડીને ભોંયરું બનાવીને લૂંટ કરી હતી. પકડાયેલા આરોપીઓનાં નામ સ્મિત સલીમ શેખ (21) અને જલાલ સલીમ શેખ (21) બંને પવઈ પઠાણ ગૅન્ગના સભ્યો છે.