News Continuous Bureau | Mumbai
ભાયંદર અને વસઈ વચ્ચેની રો-રો સેવા જૂન મહીનાથી શરૂ થઈ રહી છે. હાલ ભાયંદર-વસઈ વચ્ચે બાય રોડ જવા માટે લગભગ સવા કલાકનો સમય લાગતો હોય છે. તેમા પણ ટ્રાફિક જામ હોય ત્યારે વાહનચાલકોની હાલાકી વધી જતી હોય છે.
ભાયંદર-વસઈની વચ્ચે જૂન મહિનાથી ચાલુ થનારી રો-રોને કારણે લાખો પ્રવાસીઓને તો રાહત થશે. ભાયંદર જેટ્ટીનું સો ટકા અને વસઈ જેટ્ટીનું સાઠ ટકા કામ પૂરું થઈ ગયું છે. ભાયંદર થી વસઈ બાય રોડ એક કલાકથી સવા કલાકનો સમય ઘટીને 15થી 20 મિનિટનો થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈમાં મહિલા દિવસની ઉજવણી, ભાજપ દ્વારા આ ખાસ મહિલાઓનું કરાયું સન્માન; જુઓ તસવીરો જાણો વિગતે..
રો-રોમાં વાહન પણ લઈ જવાની સગવડ હશે. પ્રથમ તબક્કામાં ડોમ્બિવલી, કોલશેત, મીરા-ભાયંદર, કોલ્હેરમાં જેટ્ટીનું કામ ચાલી રહ્યું છે. આ પૂરા પ્રોજેક્ટ માટે સો કરોડ રૂપિયા ખર્ચવામાં આવવાના છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને 50-50 કરોડ રૂપિયાનો ફાળો રહેશે.
થાણે, મીરા-ભાયંદર, ભિવંડી, કલ્યાણ નગરપાલિકાને જોડનારી આ વોટર ટ્રાન્સપોર્ટેશન યોજના ખૂબ મહત્વની છે. પહેલા તબક્કામાં ચાર જેટ્ટીનું કામ કરવામાં આવવાનું છે.