ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 4 ડિસેમ્બર 2021
શનિવાર.
કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના જોખમ વચ્ચે જોકે દેશમાં કોરોનાની બીજી નિયંત્રણમાં આવી જવાથી અનેક નિયંત્રણો હટાવવામાં આવ્યા છે. તેમાં હવે રેલવે પ્રવાસ દરમિયાન ભોજન આપવાનું ફરી ચાલુ કરવામાં આવ્યું છે. વેસ્ટર્ન રેલવે દ્વારા શતાબ્દી એક્સપ્રેસ અને દુરન્તોમાં મુસાફરી કરનારા મુસાફરોને પણ હવે ટ્રેનમાં ભોજન પીરસવામાં આવવાનું છે.
વેસ્ટર્ન રેલવેએ બહાર પાડેલી પ્રેસ રિલીઝ મુજબ 10 ડિસેમ્બર 2021થી ચાલુ ટ્રેનમાં ભોજન પીરસવામાં આવશે. તે મુજબ 12009/10 મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22209/10 મુંબઈ સેન્ટ્રલ-ન્યુ દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી દુરંતો એક્સપ્રેસમાં મુસાફરોને ખાવા-પીવાની સુવિધા મળશે.
ઓમીક્રોને વગાડી ખતરાની ઘંટી? આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને લઈને મુંબઈ મનપાએ બહાર પાડી નવી SOP; જાણો વિગત
દેશમાં કોરોના સંક્રમણ શરૂ થતાં જ રેલવે બોર્ડે ટ્રેનોનું સંચાલન બંધ કરી દીધું હતું. પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ, ત્યારે અમુક સ્પેશિયલ ટ્રેનો ફરી ચાલુ કરવામાં આવી હતી. પરંતુ સાવચેતીના પગલા તરીકે, મુસાફરો માટે ખાવા-પીવા સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવતી નહોતી.
આ અગાઉ દુરંતો એક્સપ્રેસ, વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, ગતિમાન એક્સપ્રેસ જેવી VVIP ટ્રેનોમાં પણ કેટરિંગ સુવિધા પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવાયો હતો.