Site icon

મુંબઈ, નવી મુંબઈથી ઘોડબંદર રોડ પર જતા ભારે વાહનો માટે સૂચના, આજથી આ તારીખ સુધી પરિવહનમાં ફેરફાર; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 16 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ઘાટકોપરથી ગાયમુખ મેટ્રો લાઇનના બીમ લગાવવાનું કામ આજથી શરૂ કરવામાં આવશે. આ કામ 21મી નવેમ્બર સુધી ચાલુ રહેશે. તેથી ભારે વાહનોના પરિવહનને આ સમયગાળામાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કશેલી, કાલ્હેર અને ખારેગાંવ ટોલનાકા તરફ વાળવામાં આવશે.

આજથી 16 નવેમ્બરથી કાસારવડવલીથી ગાયમુખ સુધી બીમ ઉભા કરવાની કામગીરી કરવામાં આવશે. આ કામ 21 નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે. તેથી છ દિવસ દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે થાણે ટ્રાફિક નિયંત્રણ શાખાએ આ માર્ગ પર પરિવહનમાં ફેરફારનો આદેશ આપ્યો છે.

જે મુજબ ભિવંડીના કશેલી-કાલ્હેર અને ખારેગાંવ ટોલનાકા તરફ વાહનો ડાયવર્ટ કરવામાં આવશે. આ ફેરફાર રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.

ઇંડાની લારી અંગેનો નિર્ણય જંગલની આગની જેમ ફેલાયો, રાજકોટ બાદ હવે આ કોર્પોરેશને પણ લગાવ્યો પ્રતિબંધ; આજથી થશે અમલીકરણ

ફેરફાર આ પ્રમાણે છે

મુંબઈ, નવી મુંબઈથી ઘોડબંદર તરફ જતા ભારે વાહનોને કપૂરબાવડીમાં પ્રવેશવા પર પ્રતિબંધ રહેશે. બાલકુમ, કશેલી, કાલ્હેર, અંજુરફાટા અથવા માજીવાડા ફ્લાયઓવર નીચે ખારેગાંવ ટોલનાકા, માનકોલી નાકા થઈને વાહનો કપૂરબાવડી ચોકમાંથી પસાર થશે. હળવા વાહનો તત્વજ્ઞાન વિદ્યાપીઠથી સેવા રોડ અથવા ઘેવરા ચોક અથવા પોખરણ રોડ ટુ પરથી ઘેવરા ચોકથી પસાર થશે.

Mumbai Monorail: મુંબઈ મોનોરેલ આ તારીખ થી મોટા અપગ્રેડ માટે રહેશે બંધ
Mumbai: મુંબઈમાં કબૂતરખાના નો વિવાદ ગરમાયો, મંત્રી મંગલ પ્રભાત લોઢા ના નિવેદન થી ફેલાઈ આક્રોશ ની લહેર
Mumbai: કાલબાદેવીના પુનર્વિકાસ માં આ વસ્તુ થી જ શક્ય બનશે સમાધાન, બીએમસીએ શરૂ કરી કાર્યવાહી
Navi Mumbai International Airport: નવી મુંબઈનું પ્રવેશદ્વાર નવા એરપોર્ટને કારણે રોજગારી
Exit mobile version