ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
પ્રવાસીઓની લાંબા સમયથી થઈ રહેલી માંગણીને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવેએ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસને હવે ગાંધીનગર સુધી દોડાવવાનો નિર્ણય લીધો છે.
પ્રવાસીઓ માટે હવે ગુજરાતની રાજધાની ગાંધીનગર સુધી જવું હવે સરળ થશે. 24 ડિસેમ્બર 2021થી શતાબ્દી ગાંધીનગર સુધી દોડશે. ટ્રેન નંબર 12009 શતાબ્દી એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ થી સવારે 6.40ને બદલે હવે 24 ડિસેમ્બરથી સવારના 6.10 વાગે ઉપડશે અને તે જ દિવસે બપોરના 1.40 વાગે ગાંધીનગર કેપિટલ સ્ટેશને પહોંચશે. વળતા સમયે 12010 શતાબ્દી એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી બપોરના 2.20 વાગે ઉપડશે અને તે જ દિવસે રાતના 9.45 વાગે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
ટ્રેનને ગાંધીનગર સુધી વિસ્તારવાના કારણે ગાંધીનગરના રહેવાસીઓ જ નહીં પણ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા લોકોને પણ ફાયદો થશે. એ સિવાય વેસ્ટર્ન રેલવેએ અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસને પણ પ્રાયોગિક ધોરણે સાબરમતી સ્ટેશન પર હોલ્ટ આપવાનો નિર્ણય લીધો છે. એ સિવાય રાજધાની એક્સપ્રેસને પણ 23 ડિસેમ્બરથી છ મહિના સુધી પ્રાયોગિક ધોરણે સાબરમતી સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવવાનો છે.
હેં! મુંબઈ મહાનગરપાલિકાના આંશકા, શહેરમાં કોરોના કેસમાં ફરી જોવા મળશે વધારો; જાણો વિગત