Site icon

Ganesh Visarjan 2023: મુંબઈમાં વિસર્જન દરમિયાન યુવક સાથે બન્યું એવું કે… વાંચીને તમે પણ ચોંકી જશો.. જાણો શું છે આ સમગ્ર મામલો..

Ganesh Visarjan 2023: મુંબઈના જુહુ બીચ પર ગણપતિ વિસર્જન દરમિયાન એક યુવક પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. હાલ તેને સારવાર માટે વિલે પાર્લે વેસ્ટ સ્થિત કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

Ganesh Visarjan 2023 Lightning fell on a young man during Ganpati immersion in Juhu, Mumbai.

Ganesh Visarjan 2023 Lightning fell on a young man during Ganpati immersion in Juhu, Mumbai.

News Continuous Bureau | Mumbai 

Ganesh Visarjan 2023: મુંબઈ ( Mumbai ) ના જુહુ બીચ (Juhu Beach) પર ગણપતિ વિસર્જન (Ganesh Visarjan) દરમિયાન એક યુવક પર વીજળી પડવા (Thunder Attack) ની ઘટના સામે આવી છે. હાલ તેને સારવાર માટે વિલે પાર્લે વેસ્ટ સ્થિત કૂપર હોસ્પિટલ (cooper hospital) માં લઈ જવામાં આવ્યો છે. ઘટનાસ્થળે હાજર પોલીસે લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી છે.

Join Our WhatsApp Community

હાલ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગણપતિ વિસર્જન માટે બાપ્પાના વિસર્જનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે. મુંબઈમાં લાખો ભક્તો એકઠા થયા છે. અનેક ગણેશ મંડળો ભગવાન ગણેશનું વિસર્જન કરવા દરિયા કિનારે આવવા લાગ્યા છે.

 યુવક પર વીજળી પડી હતી…

હાલમાં રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને મુંબઈમાં તો લાખો ભક્તો બાપ્પાને વિદાય આપવા એકઠા થયા છે. આ સમયે જુહુ કિનારે વિસર્જનની વ્યવસ્થા સાચવવા તહેનાત એક સ્વયંસેવક સાથે આ દુર્ઘટના ઘટી હતી. આ યુવક પર વીજળી પડી હતી. હાલમાં તે હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.

આ સમાચાર પણ વાંચો Ganesh Visarjan 2023: ગણપતિ બાપ્પાને વિદાય આપવા લોકોની ઉમટી ભારે ભીડ, છેલ્લા દિવસે મુંબઈમાં આટલા હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન.. જાણો સંપુર્ણ BMC આંકડો..વાંચો વિગતે અહીં..

મુંબઈમાં આજે અનેક ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વિસર્જનને લઈને નાગરિકો પુષ્કળ પ્રમાણમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. એક યુવક પર વીજળી પડવાની ઘટના બાદ મુંબઇ પોલીસે નાગરિકોને ખાસ સાવધ રહેવાની અપીલ કરી હતી.

દરમિયાન ચાંધઈ ખાતે ઉલ્હાસ નદીમાં ચાર જણ ડૂબી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ડૂબેલા ચારમાંથી એકને બચાવવા સફળતા મળી હોઈ બે જણનું મૃત્યુ થયું છે જ્યારે એક જણ હજી લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રશાસન દ્વારા ગણપતિ વિસર્જન માટે નદી તળાવમાં જનારા લોકોને સાવચેતી રાખવાની ભલામણ કરવામાં આવી છે.

Cocaine: મુંબઈ એરપોર્ટ પર અધધ આટલા કરોડનું કોકેઇન જપ્ત; મહિલાની ધરપકડ
Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Passenger Holding Area: રેલવે પ્રવાસીઓ માટે મોટા સમાચાર! ગીર્દી નિયંત્રિત કરવા બનશે ‘પેસેન્જર હોલ્ડિંગ એરિયા’; મુંબઈમાં કયા સ્ટેશનો પર હશે આ સુવિધા?
Mumbai hostage incident: ૭ કલાકનો હાઈ-વોલ્ટેજ ડ્રામા: મુંબઈના RA સ્ટુડિયોમાં ઓડિશનથી એન્કાઉન્ટર સુધીનો ખેલ, જુઓ બંધક કટોકટીની સંપૂર્ણ ટાઇમલાઇન.
Exit mobile version