News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં 'લાલબાગચા રાજા' (LalBaugcha Raja) લાખો ગણેશ ભક્તો માટે પૂજા સ્થળ છે. ગણેશોત્સવ (Ganesha Festival) દરમિયાન 'લાલબાગચા રાજા'ના દર્શન કરવા માટે લાખો ભક્તો(Devottee) દેશના ખૂણે-ખૂણેથી આવે છે. વિદેશથી પણ ભક્તો મુંબઈ(Mumbai) આવે છે અને લાલબાગચા રાજાના દર્શન કરે છે. તે બોલિવૂડ હસ્તીઓ (bollywood celebrity) માટે પૂજા સ્થળ પણ છે. જે ક્ષણની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ક્ષણ આવી ગઈ છે. આજે મુંબઈના લાલબાગના રાજાની પ્રતિમાની પ્રથમ ઝલક સામે આવી ગઈ છે. જુઓ બપ્પાની પ્રથમ ઝલક અહીં..
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી ગણેશોત્સવ દરમિયાન કોરોના પ્રતિબંધ(Covid restriction)ને કારણે હજારો ભક્તો ખરેખર લાલબાગના દર્શન કરી શક્યા નથી. પરંતુ આ વર્ષે ગણેશોત્સવ પ્રતિબંધ મુક્ત ઉજવી શકાશે, લાલબાગચા રાજા સાર્વજનિક ઉત્સવ મંડળ આ વર્ષે તેના 89માં ગણેશોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: ગણેશોત્સવ રહેશે ભીનો ભીનો-મુંબઈમાં આ દિવસે પડશે વરસાદ
