News Continuous Bureau | Mumbai
Ganeshotsav Flowers આપણા પ્રિય ગણપતિ બાપ્પાનું ઘરે આગમન થઇ ગયું છે અને તેમના ભક્તો તેમની પૂજામાં કોઈ કમી ન રહી જાય તે માટે વિશેષ કાળજી લઈ રહ્યા છે. બાપ્પાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા ભક્તો હવે પૂજા-અર્ચના અને પ્રસાદ માટેની ખરીદીમાં વ્યસ્ત છે. ગણપતિની પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલો, ફળો અને અન્ય સામગ્રીથી બજારો ભરાઈ ગયા છે. બાપ્પાને અત્યંત પ્રિય એવા જાસ્વંદ અને પીળા સોનચંપા સહિત અન્ય ફૂલો અને હારની કિંમતોમાં ભારે વધારો થયો છે.
ગણેશોત્સવ 2025: બજારોમાં ખરીદીનો ધમધમાટ શરૂ
ગણપતિ બાપ્પાની પૂજા અને સજાવટ માટે જરૂરી ફળો અને ફૂલો ખરીદવા માટે બજારોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ માટે જરૂરી ફૂલો, માટીની ચીજવસ્તુઓ અને અન્ય વસ્તુઓ વેચવા માટે પાલઘર, ડહાણુ, કલ્યાણ, કસારા અને કરજત જેવા વિસ્તારોમાંથી મહિલાઓ મુંબઈ આવી છે. દાદરમાં આ મહિલાઓ અને નિયમિત ફેરિયાઓને કારણે ગણેશ ચતુર્થી માટે આ એક મુખ્ય ખરીદીનું કેન્દ્ર બની ગયું છે.
પૂજા માટેના ફૂલોની કિંમતમાં મોટો ઉછાળો
ગણપતિને દૂર્વા, શમી અને જાસ્વંદ ખૂબ જ પ્રિય છે. હાલમાં, દૂર્વાની એક ઝૂડી 30 રૂપિયા, શમીની જૂડી 15 થી 20 રૂપિયામાં અને જાસ્વંદનું એક ફૂલ 10 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આથી, જાસ્વંદની પાંચ કળીઓ માટે 50 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. તેવી જ રીતે, પીળા સોનચંપાના (ચાફા) (3 થી 4 ફૂલ 50 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. ગલગોટાનો ભાવ એક કિલોના 100 થી 300 રૂપિયા છે, જ્યારે સેવંતી ના ફૂલોનો ભાવ એક કિલોના 300 થી 350 રૂપિયા સુધી પહોંચ્યો છે. મોગરાનો ગજરો 50 રૂપિયામાં બે નંગ પ્રમાણે વેચાઈ રહ્યો છે, જેના કારણે ફૂલોનું બજાર અત્યંત તેજીમાં છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Konkan Ferry: મુંબઈ-કોંકણ વચ્ચે હવે માત્ર 5 કલાકમાં પ્રવાસ: 1 સપ્ટેમ્બરથી ફેરી નવી રો-રો સેવા શરૂ, જાણો ટિકિટના દર અને સમય
ગણેશોત્સવ દરમિયાન ફૂલોના ભાવ સ્થિર રહેશે: વિક્રેતાઓ
દર વર્ષની જેમ ગણેશોત્સવમાં ફૂલોના ભાવમાં વધારો થયો છે. ફૂલ વિક્રેતાઓનું કહેવું છે કે ગૌરી ગણપતિ સુધી આ ભાવ સ્થિર રહેશે અને ત્યારબાદ ફરીથી ભાવમાં ઘટાડો થશે. દાદરના ફૂલ વિક્રેતા દીપક ટેમકરે માહિતી આપતા જણાવ્યું કે, “એક ચંપો 20 રૂપિયા, જાસ્વંદનું ફૂલ 10 થી 15 રૂપિયા, મોગરાનો ગજરો 50 રૂપિયામાં બે, સોનટક્કાની જૂડી 50 રૂપિયા અને મોગરાની કંઠી 100 થી 150 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. અમને અગાઉથી જ ઓર્ડર મળેલા હોય છે, તેથી છેલ્લી ઘડીએ વેચવા માટે ફૂલો, ગજરા કે કંઠી ઉપલબ્ધ હોતા નથી.”