News Continuous Bureau | Mumbai
Ganeshotsav Mumbai Local : સમગ્ર મહારાષ્ટ્રમાં 10 દિવસીય ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મુંબઈમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ ગણપતિ ઉત્સવનો આજે છઠ્ઠો દિવસ છે. આગામી 17 સપ્ટેમ્બરને મંગળવારે ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરાશે. આમ આ દસ દિવસ દરમિયાન વિવિધ ગણપતિ પંડાલના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત સુધી ગણરાયના દર્શન કરવા માટે મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભક્તોની ભીડ જામી રહી છે.
Ganeshotsav Mumbai Local : આ લાઈનની લોકલ સેવા આખી રાત ચાલુ રહેશે
મુંબઈમાં ઘણી જગ્યાએ આકર્ષક ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. તેથી, છેલ્લા કેટલાક દિવસોથી મોડી રાત સુધી ગણરાયના દર્શન માટે મુંબઈના વિવિધ ભાગોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. મુંબઈમાં ગણપતિ વિસર્જનના દિવસે શહેરના વિવિધ ભાગોમાંથી લોકો મૂર્તિઓનું વિસર્જન જોવા માટે ચોપાટી પર આવે છે. આ પૃષ્ઠભૂમિમાં, મધ્ય રેલવે પ્રશાસને મુસાફરોની સુવિધા માટે આખી રાત લોકલ સેવા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
Central Railway Mumbai Division will run Ganpati Special suburban local trains between CSMT and Kalyan/Thane/Panvel stopping at all stations from 14.09.2024 to 18.09.2024.@Central_Railway
@YatriRailways pic.twitter.com/AzmxVYEpMJ
— DRM Mumbai CR (@drmmumbaicr) September 13, 2024
મુંબઈના નાગરિકો મોડી રાત સુધી ગણરાયના દર્શન કરી શકે તે માટે મધ્ય રેલવેએ 14 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સવાર સુધી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેના કારણે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેનો લાભ લઈ શકશે. મધ્ય રેલવે 14મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ/થાણે/પનવેલ વચ્ચેના તમામ સ્ટેશનો પર ગણપતિ વિશેષ ઉપનગરીય લોકલ ચલાવશે. આ અંતર્ગત નવ રાઉન્ડ લેવામાં આવશે.
Ganeshotsav Mumbai Local : ચેક કરો શેડ્યુલ
- લોકલ CSMT થી રાતે 1.40 વાગ્યે ઉપડશે અને રાતે 3.10 વાગ્યે કલ્યાણ પહોંચશે.
- લોકલ CSMT થી રાતે 2.30 વાગ્યે ઉપડશે અને રાતે 3.30 વાગ્યે થાણે પહોંચશે
- લોકલ CSMT થી રાતે 3.25 વાગ્યે ઉપડશે અને સવારે 4.45 વાગ્યે કલ્યાણ પહોંચશે.
- લોકલ કલ્યાણથી રાતે 12.05 વાગ્યે ઉપડશે અને રાતે 1.30 વાગ્યે CSMT પહોંચશે.
- લોકલ થાણેથી રાતે 1 વાગ્યે ઉપડશે અને 2 વાગ્યે CSMT પહોંચશે.
- થાણેથી રાતે 2 વાગ્યે ઉપડશે લોકલ રાતે 3 વાગ્યે CSMT પહોંચશે.
- હાર્બર રૂટ પર CSMT થી રાતે 1.30 વાગ્યે ઉપડશે અને રાતે 2.50 વાગ્યે પનવેલ પહોંચશે.
- લોકલ CSMT થી રાતે 2.45 વાગ્યે ઉપડશે અને પનવેલ સવારે 4.5 વાગ્યે પહોંચશે.
- પનવેલથી રાતે 1 વાગ્યે ઉપડશે લોકલ 2.20 મિનિટમાં CSMT પહોંચશે.
- લોકલ પનવેલથી 1 વાગીને 45 મિનિટે ઉપડશે અને 3.5 મિનિટે CSMT પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : Arvind Kejriwal : 177 દિવસ પછી કેજરીવાલ થયા મૂકત, જેલમાંથી બહાર આવતા જ કેજરીવાલનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ શું બોલ્યા..