જન જાગૃતિ માટે અનોખો પ્રયોગ- ગણેશોત્સવ નિમિત્તે મુંબઈની વિલે પાર્લે પોલીસે બનાવ્યું યુનિક ગીત- શું તમે સાંભળ્યું

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona pandemic)ના બે વર્ષ બાદ આ વર્ષે મહારાષ્ટ્ર(Maharashtra)માં ખૂબ જ ધુમધામથી ગણેશોત્સવ(Ganesh festival)ની ઉજવણી થઈ રહી છે. ત્યારે મુંબઈ(Mumbai)ના વિલેપાર્લે પોલીસ સ્ટેશન(Vile Parle police)માં પણ બાપ્પા પધાર્યા છે. 

 

મહત્વનું છે કે મુંબઈ પોલીસ(Mumbai police) સોશિયલ મીડિયા પર અલગ અંદાજમાં લોકોમાં જાગરૂકતા (Awareness)  ફેલાવતી હોય છે ત્યારે આ વખતે પણ ગણેશ ચતુર્થીના દિવસે પોલીસે બાપ્પાનું સ્વાગત કરીને એક ગીત તૈયાર કર્યું હતું, જે હાલ સોશિયલ મીડિયા(viral on social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

મીડિયા સાથે વાતચીત કરતા વિલે પાર્લે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેએ જણાવ્યું હતું કે, આ કન્સેપ્ટ અપરાધ, ટ્રાફિક નિયમો અને ખાસ કરીને સાયબર ફ્રોડ સંબંધિત જાગૃતિ ફેલાવવાનો છે. જાગૃતિ માટે એક મરાઠી ગીત વારાફરતી વગાડવામાં આવે છે. આ વીડિયોને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે મુંબઈ પોલીસે લોકોને જાગૃત કરવા માટે 'આઉટ ઑફ ધ બૉક્સ' વિચાર્યું હોય. આ પહેલા પણ તેણે પોતાની અવનવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને જાગૃત કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment