News Continuous Bureau | Mumbai
એકબાજુ તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકો પણ ઉજવણીના મૂડમાં આવી ગયા છે. જ્યારથી નવરાત્રિ(Navratri) શરૂ થઈ છે ત્યારથી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં માત્ર ગરબાના જ વીડિયો દેખાઈ રહ્યા છે. પહેલાં મરીન ડ્રાઇવ(Marine drive) પર મોટી સંખ્યામાં લોકોનો ગરબા(Garba) રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે એક લોકલ ટ્રેન(Local Train)માં દુકાનદારો ગરબા રમી રહ્યા હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મુંબઈ નાં દુકાનદારોને તો નવરાત્રી ના ગરબા લોકલ ટ્રેન મા જ કરવા પડે કારણ કે 10 વાગે ઘરે પહોંચે ત્યાં તો બધું બંધ થઈ ગયું હોય છે. pic.twitter.com/P2I3oaJycH
— B. J .PUROHIT (@pro_heat) September 29, 2022
ટ્વીટર પર એક યુસરે એક વીડિયો શેર કર્યો છે. તે હવે વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, લોકલ ટ્રેનમાં વેપારીઓ(Businessman)નું એક જૂથ ગરબા રમી રહ્યુ છે. ત્યારે એકબાજુ તેઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે ને ત્યાં બેસેલા અન્ય લોકો પણ તેમને જોઈને મજા માણી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : નવલી નવરાત્રિનો આજે પાંચમો દિવસ – આજના પાવન દિવસે કરો જગત જનની ઉમિયા માતાના દર્શન લાઈવ
વિડીયો શેર કરનાર યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, મુંબઈ (Mumbai)નાં દુકાનદારોને તો નવરાત્રીના ગરબા લોકલ ટ્રેનમા જ કરવા પડે કારણ કે 10 વાગે ઘરે પહોંચે ત્યાં તો બધું બંધ થઈ ગયું હોય છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં મોટાભાગે નવરાત્રી કાર્યક્રમ 10 બંધ થઇ જતા હોય છે.
આ સમાચાર પણ વાંચો : જય આદ્યાશક્તિ- તમે કેટલી બધી વખત ગાયું છે પણ શું તમને ખબર છે કોણે- ક્યારે અને ક્યાં લખ્યું હતું- વાંચો સમગ્ર ઇતિહાસ અહીં