Garba: વાહ…જિંદગી જીવવી તો આવી જીવવી… ના DJ ના ઢોલ, પણ ટ્રેનમાં ગરબાની રમઝટ. જુઓ વિડીયો..

Garba: Senior citizens enthusiastically take part in Garba inside the local train in Mumbai.

News Continuous Bureau | Mumbai 

Garba : ગુજરાત હોય કે મહારાષ્ટ્ર કે અન્ય કોઈ રાજ્ય, શારદીય નવરાત્રિમાં ( Navratri ) બધા સાથે મળીને ગરબા અને દાંડિયા રમે છે. બીજી તરફ મુંબઈની ( Mumbai ) વ્યસ્ત લાઈફમાં રોજ ઓફિસ જતા લોકો પાસે રોજેરોજ આવી ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે પૂરતો સમય નથી હોતો, પરંતુ અહીં પુરુષોના એક જૂથે ચાલતી લોકલ ટ્રેનમાં ( Local Trains ) ગરબા ડાન્સ કરવા માટે સમય કાઢી લીધો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જુઓ વિડીયો ( Viral Video ) 

વાયરલ વીડિયો માં જોઈ શકાય છે કે, લોકલ ટ્રેનમાં વેપારીઓ (Businessman) નું એક જૂથ ગરબા રમી રહ્યું છે. ત્યારે એકબાજુ તેઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે અને ત્યાં બેઠેલા અન્ય લોકો પણ તેમને જોઈને મજા માણી રહ્યા છે. વીડિયોમાં કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ… ગીત વાગી રહ્યું છે..

આ સમાચાર પણ વાંચો : WhatsApp feature : વ્હોટ્સએપ લાવ્યું પ્રાઈવસીનું વધુ એક ફીચર, જુઓ કેવી રીતે કરશે કામ…

હાલ આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયો પર ઘણા યૂઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે.