News Continuous Bureau | Mumbai
મુંબઈના પશ્ચિમ પરા(Western Suburbs of Mumbai) કાંદિવલીમાં(Kandivli) બુધવારે સાંજે અચાનક ગેસ લિકેજની(Sudden gas leakage) ફરિયાદો આવી હતી. ગેસ ની વાસ આવવાને કારણે લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. અચાનક લોકો પેનિક થઈ ગયા હતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ(Disaster Management) સહિત પોલીસ કંટ્રોલમાં(police control) ફોનના મારા ચલાવ્યા હતા.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ કાંદીવલી(વેસ્ટ)માં કલ્પના ચાવલા ચોકમાં સાંજે લગભગ 7,15 વાગ્યાની આસપાસ પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું. તેને કારણે ગેસ લીકેજ થઈ રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : તોબા-ખાડાઓને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જામ-વાહનોની લાગી લાંબી લાઈન
સ્થાનિક રહેવાસીના કહેવા મુજબ ગણેશ મૂર્તિઓના વિસર્જન(Ganesha idols visarjn) માટે અહીં કૃત્રિમ તળાવ(Artificial lake) માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. એ દરમિયાન અકસ્માતે પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું હતું.
ગેસ લિકેજની ફરિયાદને પગલે જ મહાનગર ગેસ લિમિટેડ(Mahanagar Gas Limited), ફાયરબ્રિગેડ.મુંબઈ પોલીસ અને પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ધોરણે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન ગેસની વાસને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને અનેક લોકોના ઘરમાં પાઈપલાઈન થી આવતો ગેસ બંધ થઈ જતા રસોઈના વાંધા થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો : પીક અવર્સ દરમિયાન આ સ્ટેશન પર મધ્ય રેલવે ખોરવાઈ- લોકલ ટ્રેનો 15થી 20 મિનિટ દોડી રહી છે મોડી