News Continuous Bureau | Mumbai
કોરોના મહામારીના(Corona epidemic) બે વર્ષના સમયગાળા દરમિયાન મુંબઈમાં નવરાત્રી(Mumbai Navratri) સહિત કોઈ પણ જાહેર કાર્યક્રમોના આયોજન થઈ શક્યા નહોતા. ત્યારે હવે શહેરમાં કોરોનાનો પ્રકોપ ઘટતા તમામ પ્રતિબંધો હટાવી દેવાયા છે અને વહીવટીતંત્ર દ્વારા સાર્વજનિક નવરાત્રીને(Public Navratri Celeberation) મંજૂરી આપવામાં આવી છે. દરમિયાન નવરાત્રિની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેલૈયાઓ માટે આનંદના સમાચાર છે. 'દાંડિયા કવીન’ (Dandiya Queen) ફાલ્ગુની પાઠક(Falguni pathak) સતત પાંચમી વખત બોરીવલી(Borivali) ખાતે ગરબાની ધૂમ મચાવવા આવી રહી છે. આ અંગેની જાહેરાત તાજેતરમાં બોરીવલી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં (press conference) કરવામાં આવી હતી.
ઉત્તર મુંબઈના બોરીવલીમાં શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ(Show Glitz Events and Entertainment) દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં ફાલ્ગુની પાઠકે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોરોના મહામારીના સમયગાળા દરમિયાન લોકોએ ઘણું સહન કર્યું છે. પોતાના કુટુંબીજનો ગુમાવ્યા છે. મેં પણ મારા આપ્તજનોને ગુમાવ્યા છે. આ કપરા કાળનો સામનો કર્યા બાદ લોકો ફરી તેમની સામાન્ય જિંદગી જીવવાની શરૂઆત કરી છે. હું મા જગદંબાને પ્રાર્થના કરું છું કે એ લોકોને સુખ-સમૃદ્ધિ અને સુરક્ષા અર્પે. એ સાથે કોરોના જેવી મહામારી ફરી ન આવે એવી પ્રાર્થના.” વધુમાં તેમણે કહ્યું કે, “જેમ લોકો નવરાત્રિમાં ગરબા રમવા તરસી રહ્યા છે તેમ સ્ટેજ પરથી લોકોને ગરબામાં ઝૂમતા જોવા હું પણ આતુર છું.”
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવશે નવો ટ્વિસ્ટ- બાઘા અને નટુકાકા આપશે તેમના શેઠજી ને સરપ્રાઈઝ
આ પત્રકાર પરિષદમાં હાજર ઉત્તર મુંબઈના સંસદસભ્ય શ્રી ગોપાલ શેટ્ટીએ(MP Gopal Shetty) જણાવ્યું હતું કે ઉત્તર મુંબઈ અને ખાસ કરીને બોરીવલીના લોકો દરેક તહેવારને ધાર્મિક એકલાસ અને આનંદ સાથે ઉજવે છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્રની સૌથી મોટી નવરાત્રી સતત પાંચમી વખત બોરીવલીમાં યોજાવા જઈ રહી છે. વર્તમાન સરકારે તમામ તહેવારો પરના નિયંત્રણો હટાવી લીધા છે. હવે હિંદુ સંસ્કૃતિનો(Hindu culture) સૌથી લાંબો નૃત્ય ઉત્સવ પૂર્ણ ભક્તિ સાથે આનંદપૂર્વક ઉજવવાનો મોકો છે.
આ પ્રસંગે સાંસદ શ્રી ગોપાલ શેટ્ટીએ સરકારને વર્તમાન વર્ષમાં નવરાત્રી ઉત્સવ 4 દિવસ મધ્યરાત્રિ સુધી યોજવા દેવાની છૂટ આપવા વિનંતી કરી છે. આ ઉપરાંત તેમણે સરકારને અપીલ કરી છે કે, જે રીતે ગોવિંદા અને ગણેશોત્સવના આયોજકો(Govinda and the organizers of Ganeshotsava) પર દર્જ કેસ રદ્દ કરવામાં આવ્યા છે તે રીતેજ નવરાત્ર મંડળોના આયોજકો પર દર્જ કેસ રદ્દ કરવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી
આ નવરાત્રી ઉત્સવના આયોજક શો ગ્લિટ્સ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ છે. કંપનીના ડાયરેક્ટર(Company Director) સંતોષ સિંહે(Santhosh Singh) પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, “બોરીવલીમાં આયોજિત નવરાત્રિને ચેરિટીનું માધ્યમ બનાવવામાં આવ્યું છે. આ નવરાત્રીના આયોજનમાંથી મળનારી રકમનો એક ભાગ કેન્સર પીડિતોને આપવામાં આવશે.”