News Continuous Bureau | Mumbai
Ghatkopar hoarding collapse : ગત સોમવારે ઘાટકોપર વિસ્તારના ( Ghatkopar Tragedy )છેડા નગર જંક્શન પર પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલ મોટું હોર્ડિંગ પડી જતાં એક મોટી દુર્ઘટના થઈ હતી.મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થયો હતો અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ હવે મુંબઈ મહાનગર પાલિકા સફાળી જાગી છે. ( Mumbai Hoarding Collapse )
Ghatkopar hoarding collapse : હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અહીં પર મુકવામાં આવેલા બાકીના 3 અનધિકૃત હોર્ડિંગ્સને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જોકે પવનની ઝડપને કારણે આ કામગીરીમાં અડચણ આવી રહી છે. જો કે, 15 મે, 2024, બુધવારની રાત્રિ સુધીમાં બે હોર્ડિંગ અને એક હોર્ડિંગ 16 મે, 2024, ગુરુવાર સુધીમાં દૂર કરવામાં આવશે, તેમ મુંબઈ મહાનગર પાલિકા વહીવટીતંત્ર વતી જણાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે મ્યુનિસિપલ કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ મંગળવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, તેમણે મુંબઈમાં અનધિકૃત બિલબોર્ડ્સ પર હટાવવાની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Ghatkopar Hoarding Collapse: ઘાટકોપર દુર્ઘટનાનાં ઘાયલોને અઢી લાખ સુધીની આર્થિક સહાય: કેબિનેટ મંત્રી લોઢા.
Ghatkopar hoarding collapse : આજ રાત સુધીમાં બે હોર્ડિંગ હટાવી લેવાશે
અકસ્માતના સ્થળે ચાલી રહેલી કામગીરીમાં કોઈ અડચણ ઉભી કર્યા વિના આ ત્રણેય હોર્ડિંગ તોડી પાડવાની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. હોર્ડિંગ્સના લોખંડના ટાવરને દૂર કરીને તેને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. આજ રાત સુધીમાં બે હોર્ડિંગ હટાવી લેવાશે અને આવતીકાલે એક હટાવી દેવામાં આવશે. સ્પેરપાર્ટ્સ અને કાટમાળને તાત્કાલિક લઈ જવામાં આવી રહ્યા છે અને સ્થળને પુનઃસ્થાપિત કરવા માટે યુદ્ધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.