News Continuous Bureau | Mumbai
Ghatkopar Hoarding Collapse: ગત 13 મે 2024 ના રોજ મુંબઈના ઘાટકોપરમાં વિસ્તારમાં હોર્ડિંગ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હવે 17 પર પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના જીવ ગયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટીતંત્રે SITની રચના કરી છે. મુંબઈ ( Mumbai news ) ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર લક્ષમી ગૌતમે આ અંગે આદેશ જારી કર્યા છે.
Ghatkopar Hoarding Collapse: ભીંડેની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે
તપાસ દરમિયાન ભાવેશ ભીંડેની ઓફિસમાંથી દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ ચાલી રહી છે. આ કેસ માટે રચાયેલી SIT ( SIT Team ) ટીમમાં કુલ 6 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચના રૂમ-7ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર મહેશ તાવડે, ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન વિભાગના ડેપ્યુટી પોલીસ કમિશનર વિશાલ ઠાકુરની દેખરેખ હેઠળ ટીમનું નેતૃત્વ કરશે. પોલીસ ઈન્સ્પેક્ટર આત્માજી સાવંત આ કેસના તપાસ અધિકારી છે. દરમિયાન, આ કેસમાં ભાવેશ ભીંડેની ( Ghatkopar Hoarding tragedy ) આર્થિક બાજુની તપાસ કરવામાં આવી રહી છે અને તેની મંજૂરી કોણે આપી તે અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસે કહ્યું છે કે ભીંડેની ઓફિસમાંથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે અને તપાસ ચાલુ છે.
આ સમાચાર પણ વાંચો: ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાના આટલા કલાક પછી આખરે રેસ્ક્યુ કામ પૂર્ણ, મૃતકોનો આંકડો વધીને હવે થયો 16.. જાણો વિગતે..
Ghatkopar Hoarding Collapse: મૃત્યુઆંક હવે 17 થયો છે
પ્રાથમિક તબક્કે આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ વધુ બે ઘાયલોના મોત થયા હતા. તો હવે મૃતકોમાં વધુ એક સંખ્યા વધી છે. જેના કારણે મૃત્યુઆંક હવે 17 પર પહોંચી ગયો છે. એક અહેવાલ સામે આવ્યો છે કે પરેલની KEM હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રિક્ષાચાલકનું અવસાન થયું છે. આ અકસ્માતના ચાર દર્દીઓ હજુ પણ KEM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.