Ghatkopar Hoarding Collapse: મુંબઈ હોર્ડિંગ અકસ્માતમાં કાર્તિક આર્યનના મામા અને મામીનું થયું મોત, 56 કલાક પછી મળ્યો મૃતદેહ..

Ghatkopar Hoarding Collapse: પ્રખ્યાત બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યનની મામા મામીનું મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ તૂટી પડવાના અકસ્માતમાં મૃત્યુ થયું છે. 13 મેના રોજ ભારે પવનને કારણે મુંબઈના ઘાટકોપરમાં એક હોર્ડિંગ નીચે પડી ગયું હતું. આ ઘટનામાં 16 લોકોના મોત થયા હતા.

by kalpana Verat
Ghatkopar Hoarding Collapse Kartik Aaryan's relatives die in Ghatkopar hoarding collapse, actor attends funeral

News Continuous Bureau | Mumbai

Ghatkopar Hoarding Collapse: સોમવારે ઘાટકોપર છેડાનગરમાં પડેલા વિશાળ ગેરકાયદે હોર્ડિંગની દુર્ઘટના અંગે નવા અપડેટ્સ બહાર આવ્યા છે. આ મામલામાં બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ મળી આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા આ બંને કાર્તિક આર્યનના મામા અને મામી હોવાનું બહાર આવ્યું છે. મહત્વનું છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 74 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.  

Ghatkopar Hoarding Collapse:  બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના મામા-મામી

મીડિયા રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યનનો પરિવાર હાલમાં શોકમાં છે. કાર્તિક આર્યનના મામા-મામી  એ 16 લોકોમાં હતા જેઓ હોર્ડિંગ પડી જતાં દુઃખદ રીતે મૃત્યુ પામ્યા હતા. બુધવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતદેહ ની ઓળખ કરતી વખતે જાણવા મળ્યું કે તે એર ટ્રાફિક કંટ્રોલના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા (60) અને તેની પત્ની અનિતા (59) છે. બંને બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના મામા-મામી છે.

Ghatkopar Hoarding Collapse: કાટમાળ નીચે દટાઈ ગયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાન્સોરિયા દંપતી સોમવારે મુંબઈથી જબલપુર જઈ રહ્યા હતા.  કહેવામાં આવી રહ્યું છે ઘાટકોપર પહોંચ્યા બાદ મનોજ તેમની કારમાં પેટ્રોલ ભરવા પેટ્રોલ પંપ પર આવ્યા હતા. તે જ સમયે, હોર્ડિંગ તૂટી પડ્યું અને તે અને તેની પત્ની કાટમાળ નીચે દટાઈ ગયા.  જ્યારે તેનો સંપર્ક થઈ શક્યો નહી, ત્યારે બધાએ વિચાર્યું કે તે ઈન્દોરને બદલે જબલપુર ગયા હશે, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહી એટલે તેમનો એકમાત્ર પુત્ર જે અમેરિકામાં રહે છે તેણે તેના મિત્રોની મદદથી MIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવ્યા બાદ તેણે તેના પિતાના ફોનનું લોકેશન શોધી કાઢ્યું અને તે ચોંકી ગયો. પિતાનું સ્થાન ઘાટકોપર એ પેટ્રોલ પંપ હતું જ્યાં અકસ્માત થયો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Ghatkopar Hoarding collapse : મુંબઈ હોર્ડિંગ અકસ્માતમાં ઈંદોર એરપોર્ટના ભૂતપૂર્વ ડિરેક્ટરનું થયું મૃત્યુ, અમેરિકામાં બેઠેલા પુત્ર એ શોધી કાઢ્યું લોકેશન

Ghatkopar Hoarding Collapse: હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડી ગયું 

ઉલ્લેખનીય છે કે આ ઘટના ઘાટકોપર વિસ્તારમાં ગત 13 મેના રોજ બની હતી. આ હોર્ડિંગ પેટ્રોલ પંપ પર પડી ગયું હતું. આ સમયે પેટ્રોલ પંપ પર ઉભેલા 100 લોકો વરસાદ અને તોફાનથી બચવા માટે આ હોર્ડિંગ ઉભા રહ્યા અને નીચે દટાઈ ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે હોર્ડિંગ્સ ગેરકાયદેસર છે અને 15 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે. તેનું વજન 250 ટનથી વધુ હશે. આ મામલામાં પોલીસે મુખ્ય આરોપી ભાવેશ ભીંડે અને અન્યની રાજસ્થાનથી ધરપકડ કરી છે.

Join Our WhatsApp Community

You may also like