Ghatkopar Hoarding Collapse: ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના બાદ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથે તેની રાજકીય મિટીંગ કરી રદ્દ..

Ghatkopar Hoarding Collapse: મુંબઈમાં ચૂંટણી પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને 20મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તેથી હવે ખુબ ઓછા દિવસો બચ્યા છે. તેથી તમામ રાજકીય પક્ષો માટે આ દિવસો નિર્ણાયક છે. જો કે, આ દુખદ સમયે શિવસેના (યુબીટી) એ મુંબઈકરોની સાથે ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે.

by Bipin Mewada
Ghatkopar Hoarding Collapse Shiv Sena's Uddhav Thackeray faction cancels its political meeting after hoarding incident in Ghatkopar

News Continuous Bureau | Mumbai

Ghatkopar Hoarding Collapse: મુંબઈમાં સુસવાટા ભર્યા પવન અને જોરદાર વરસાદને કારણે ઘાટકોપરમાં ( Ghatkopar  ) 120 બાય 120 ચોરસ ફુટનું હોર્ડિંગ ધારાશાયી થઈ તૂટી પડ્યું હતું. જેમાં 100થી વધુ લોકો તેની દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 14થી વધુ મૃત્યુ પામ્યા હતા, તો 70 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એ 14 નિર્દોષ લોકોના મૃત્યુના શોક વ્યક્ત મંગળવારે ઉત્તર પૂર્વ મુંબઈમાં તેની તમામ રાજકીય સભાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. 

ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા સીટ માટે શિવસેના ( Shiv Sena UBT ) ના ઉમેદવાર સંજય દીના પાટીલે ( Sanjay Dina Patil ) મિડીયા સાથે વાત કરતા નિવેદન આપતા જણાવ્યું હતું કે શિવસેના અને મહાવિકાસ અઘાડીના અન્ય નેતાઓએ આ ઘટનામાં થયેલા દુ:ખદ મૃત્યુ બદલ શોક વ્યક્ત કરવા સર્વસંમતિથી આ નિર્ણય લીધો હતો.

Ghatkopar Hoarding Collapse: મુંબઈમાં ચૂંટણી પ્રચાર હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે..

પાટીલે વધુમાં નિવેદનમાં કહ્યું હતું કે, મુંબઈમાં ચૂંટણી પ્રચાર ( election campaign ) હાલ પૂરજોશમાં ચાલી રહ્યો છે અને 20મી મેના રોજ મતદાન થવા જઈ રહ્યું છે. તેથી હવે ખુબ ઓછા દિવસો બચ્યા છે. તેથી તમામ રાજકીય પક્ષો માટે આ દિવસો નિર્ણાયક છે. જો કે, આ દુખદ સમયે શિવસેના (યુબીટી) એ મુંબઈકરોની સાથે ઊભા રહેવાનો નિર્ણય કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : TVS iQube: TVS તરફથી મોટો ધમાકો! ભારતનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, TVS iQube ના નવા વેરિઅન્ટ્સ થયા લોન્ચ: સસ્તી રેન્જ અને શાનદાર માઇલેજ.. જાણો શુ છે ફીચર્સ..

દરમિયાન, પંતનગર પોલીસે ઈગો મીડિયાના ડિરેક્ટર ભાવેશ ભીંડે, કંપનીના અન્ય ડિરેક્ટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને અન્યો સાથે છેલ્લાં બે વર્ષથી ગેરકાયદેસર ( Illegal Hoarding  ) રીતે હોર્ડિંગ ચલાવતી કંપની વિરુદ્ધ દોષિત હત્યાનો કેસ નોંધ્યો હતો.

પોલીસે તેમની સામે આઈપીસીની કલમ 304, 337, 338 અને 34 હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

Ghatkopar Hoarding Collapse: રાજ્ય સરકારે મૃતકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે..

જ્યારે રાજ્ય સરકારે મૃતકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. જો કે, વિપક્ષોનું કહેવું છે કે, અકસ્માતમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના પરિવારો માટે માત્ર વળતર પૂરતું નથી. પરંતુ આ અકસ્માત માટે જવાબદારો સામે કડક કાર્યવાહીથી પીડિતોને ન્યાય મળી શકે છે. આ દરમિયાન, BMCએ શહેરમાં અન્ય ગેરકાયદે હોર્ડિંગ્સ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંતર્ગત, ઘટનાસ્થળે રહેલા અન્ય બિલબોર્ડને પણ બીએમસી દ્વારા હવે હટાવવામાં આવ્યા છે. તેમજ આખા મુંબઈમાં ગેરકાયદે હોર્ડિંગો દૂર કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Methi Thepla : સવારના નાસ્તામાં બનાવો મેથીના થેપલા, હેલ્થ માટે છે બેસ્ટ, નોંધી લો સરળ રીત..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More