ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 જૂન 2021
મંગળવાર
ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર છેડાનગરથી માનખુર્દ સુધી બની રહેલા ફ્લાયઓવરના નામકરણને લઈને શિવસેના અને ભાજપ સામસામે થઈ ગઈ છે. શિવસેનાના સાંસાદ રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે એ મુજબ ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર છેડાનગરથી માનખુર્દ સુધી બની રહેલા ફ્લાયઓવરને સૂફી સંત સુલ્તાનુલ હિંદ ખ્વાજા ગરીબ નવાઝ (મોઇનુદ્દીન સુફી ચિશ્તી-અજમેરી) નામ આપવાની તેમણે માગણી કરી છે. ત્યારે ઈશાન મુંબઈના ભાજપના સાસંદ મનોજ કોટકે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મુસ્લિમ મતોને ધ્યાનમાં રાખીને શિવસેનાને મુસ્લિમ મતદાર યાદ આવ્યો હોવાની ટીકા કરી છે.
અહીં ઉલ્લેખનીય છે કે સાસંદ મનોજ કોટકે ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ પર છેડાનગરથી માનખુર્દ સુધી બની રહેલા ફ્લાયઓવરને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાની માગણી કરી હતી. જેનો પ્રસ્તાવ મુંબઈ મહાનગરપાલિકાની ઉપનગરની સ્થાપત્ય સમિતિમાં મંજૂર થઈ ગયો છે. આ ફ્લાયઓવરને સૂફી સંત સુલ્તાનુલ હિંદ ખ્વાજા ગરીબ નવાઝ આપવા માટે ઑલ ઇન્ડિયા ઉલ્મા ઍન્ડ માશયક બોર્ડ અને તારિક ઉલ્મા એ અહલે સુન્નત આ સંસ્થાએ પોતાની પાસે માગણી કરી હોવાનું રાહુલ શેવાળે કહ્યું છે. તેમના દાવા મુજબ છેડાનગરથી માનખુર્દ દરમિયાન 70 ટકા મુસ્લિમ લોકસંખ્યા છે. એથી આ પુલને સુલ્તાનુલ હિંદ ખ્વાજા ગરીબ નવાઝ નામ આપવાની મુસ્લિમ સમાજની ભાવનાનું સન્માન થશે.
રાહુલ શેવાળેની આ માગણીને જોકે સાંસદ મનોજ કોટકે હાસ્યાસ્પદ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે કોરોનાને પગલે આ પુલના બાંધકામમાં છ મહિનાનો વિલંબ થઈ ગયો છે. ગયા વર્ષે નવેમ્બરમાં મેં આ પુલને છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાની માગણી કરી હતી. જાન્યુઆરી 2021ની પાલિકાની સ્થાપત્ય સમિતિની (ઉપનગર)ની મિટિંગમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ હતી. અહીં મંજૂર થયેલો પ્રસ્તાવ પાલિકા કમિશનર ઇકબાલસિંહ ચહલના અભિપ્રાય માટે ગયો હતો. આ દરમિયા કોરોનાને પગલે ફ્લાયઓવરના કામમાં વિલંબ થયો હતો. એથી તેના નામકરણનથી લઈને તમામ બાબતો વિંબલમાં પડી ગઈ હતી.
વાહ! કમાલ થઈ ગઈ, મુંબઈના 24 વૉર્ડમાંથી 18 વૉર્ડની ઝૂંપડપટ્ટી કોરોનામુક્ત; જાણો વધુ વિગત
રાહુલ શેવાળેનું પાલિકાનું જ્ઞાન અધૂરું હોવાની ટીકા કરતાં મનોજ કોટકે કહ્યું હતું કે રાહુલ શેવાળેને કદાચ ખબર નથી કે આ પ્રસ્તાવને શિવસેનાના નગરસેવકોની પણ મંજૂરી હતી. જાન્યુઆરીમાં સ્થાપત્ય સમિતિની બેઠકમાં છત્રપતિ શિવાજી મહારાજ નામ આપવાનો પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો ત્યારે તેને શિવસેનાની બે નગરસેવિકાઓએ પણ મંજૂરી આપી હતી. તેમનાં એક નગરસેવિકા ભાભી પણ હતાં. એમ પણ એક વખત પાલિકામાં પ્રસ્તાવ મંજૂર થઈ ગયા પછી તેઓ પાછા બીજા નામનો પ્રસ્તાવ કેવી રીતે લાવી શકે. આ તો ફક્ત મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મુસ્લિમોના મત લેવા માટેની રમત છે. લીંબુ-ઉછાળ રમત છે. પાલિકાના એજેન્ડા પર નામ નક્કી થઈ ગયું છે ત્યારે મુખ્ય પ્રધાનને પત્ર લખીને કંઈ થઈ શકે નહીં.
