News Continuous Bureau | Mumbai
Girgaum Robbery મુંબઈ: ગિરગામના એક વ્યસ્ત રસ્તા પર ચાર સશસ્ત્ર લોકોએ એક આંગડિયા કર્મચારી અને તેના ડ્રાઈવર પર હુમલો કરી, તેમને તેમની ગાડીમાં જ બાંધીને રૂ. 2.70 કરોડની રોકડ રકમની લૂંટ ચલાવી. આ ઘટના વીપી રોડ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર અર્થ કોટન કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પાસે બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદ કરનાર નારાયણ (51) તેમના ડ્રાઈવર પીન્ટુ સાથે રોકડ રકમ લઈને જઈ રહ્યા હતા ત્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસ અજાણ્યા લોકોએ તેમની સિલ્વર રંગની ઈનોવા ગાડીને રોકી. આરોપીઓએ નારાયણ અને પીન્ટુને પકડી લીધા, તેમને બેભાન કર્યા અને નાયલોનની દોરીથી બાંધી દીધા. ત્યાર બાદ તેઓ રોકડ ભરેલો થેલો લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.
આ સમાચાર પણ વાંચો :Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
વીપી રોડ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે આ કેસની તપાસ માટે અનેક ટીમો બનાવી છે. પોલીસને શંકા છે કે આ હુમલા પાછળ કોઈ અંદરની વ્યક્તિનો હાથ હોઈ શકે છે, જેને અંગડિયા કર્મચારી રૂ. 2.70 કરોડની રોકડ લઈને જઈ રહ્યા હોવાની જાણકારી હતી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે અને આરોપીઓના સ્કેચ તૈયાર કરી તેમની શોધખોળ ચાલુ છે. વીપી રોડ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(c) અને 309(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join Our WhatsApp Community