ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
કોરોનાના કાળમાં જ્યારે એક તરફ ઑક્સિજન સિલિન્ડર માટેની કટોકટી સર્જાઈ રહી છે, એવામાં કાંદિવલીના આ ભાઈ હવામાં કુદરતી ઑક્સિજન વધારવા માટે મથી રહ્યા છે. સમગ્ર વનસ્પતિમાં પીપળો એક એવું વૃક્ષ છે જે સૌથી વધુ ઑક્સિજન આપે છે અને એનું આધ્યાત્મિક મહત્ત્વ પણ ખૂબ જ છે.
ઘણીવાર બિલ્ડિંગની દીવાલોમાંથી પીપળાનું વૃક્ષ નીકળી આવતું હોય છે, જેને લીધે દીવાલોને પણ નુકસાન થતું હોય છે. લોકો એમાં ઍસિડ નાખી પીપળાને નષ્ટ કરી નાખતા હોય છે, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર્યાવરણ ગતિવિધિ, માર્વે દ્વારા આ સમસ્યા માટે એક નવો જ ઉપાય અજમાવવામાં આવ્યો છે. તમે બિલ્ડિંગમાં ઊગેલા છ ઇંચથી લઈ છ ફૂટ સુધીના પીપળાના વૃક્ષ મૂળ સહિત તેમને આપી શકો છો અને પર્યાવરણ બચાવવામાં તમારો ફાળો પણ નોંધાવી શકો છો.
ઘાટકોપરની આ ગુજરાતી શાળાએ બાળકોને સતત પ્રવૃત્તિમય રાખવા શરૂ કર્યા આ વિવિધ ઉપક્રમ; જાણો વિગત
આ બાબતે વાત કરતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર્યાવરણ ગતિવિધિ માર્વે ભાગના પ્રકાશ પટેલે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આ વૃક્ષને ખુલ્લી જમીનમાં કે જ્યાં બાંધકામો ન થતાં હોય ત્યાં અથવા ગ્રામીણ વિસ્તારમાં ઉગાડીશું જેથી પર્યાવરણમાં કુદરતી રીતે જ વધુ ઑક્સિજન ઉત્પન્ન થઈ શકે.” તમે પણ જો આ ઉપક્રમમાં સહભાગી થવા ઇચ્છતા હોવ તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો.
પ્રકાશ પટેલ – 8779272936