Site icon

Godrej Enterprises: ગોદરેજ MHE બિઝનેસે લોજીમેટ 2025 ખાતે સ્માર્ટ, એડવાન્સ સોલ્યુશન્સ પ્રદર્શિત કર્યાં..

Godrej Enterprises: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપના મટિરિયલ હેન્ડલિંગ ઈક્વિપમેન્ટ બિઝનેસે LogiMAT ઈન્ડિયા 2025માં ટકાઉ, સ્માર્ટ ઈનોવેશન્સ રજૂ કર્યાં

Godrej Enterprises Godrej MHE Business showcases smart, advanced solutions at Logimate 2025.

Godrej Enterprises Godrej MHE Business showcases smart, advanced solutions at Logimate 2025.

News Continuous Bureau | Mumbai

Godrej Enterprises: ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપની પેટા કંપની ગોદરેજ એન્ડ બોય્સના મટિરિયલ હેન્ડલિંગ ઈક્વિપમેન્ટ બિઝનેસે LogiMAT ઈન્ડિયા 2025 ખાતે તેના લેટેસ્ટ ઈનોવેશન્સ અને એડવાન્સ ટેક્નોલોજી રજૂ કર્યા હતાં. મુંબઈમાં 13થી 15 ફેબ્રુઆરીના રોજ આયોજિત LogiMAT ઈન્ડિયા 2025 ફેર એ ઈન્ટ્રાલોજિસ્ટિક્સ અને પ્રોસેસ મેનેજમેન્ટ માટે સૌથી મોટો મેળાવડો છે. જે મટિરિયલ હેન્ડલિંગ સેક્ટરમાં 20 ટકાથી વધુ માર્કેટ હિસ્સો ધરાવતાં બિઝનેસની લીડરશીપ રજૂ કરવા શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરુ પાડી રહ્યો છે..

Join Our WhatsApp Community

‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને આગળ ધપાવતા બિઝનેસ ઈનોવેટિવ, સ્વદેશી ઉકેલો વિકસાવી રહ્યા છે. જે દેશના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે. સમગ્ર ભારતમાં મજબૂત માર્કેટ હિસ્સા સાથે, ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રુપ વેરહાઉસિંગ અને ઉત્પાદન કામગીરીને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટેકનોલોજીકલી એડવાન્સ સોલ્યુશન્સ અને મટીરીયલ હેન્ડલિંગ સાધનોની તેની વિશાળ કેટેગરી ભારતમાં વિકસતાં ઉદ્યોગોની વધતી માંગને પહોંચી વળવા માટે સજ્જ છે.

Godrej Enterprises: એક્સ્પોમાં મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ બિઝનેસમાં ભારતનું પ્રથમ સ્વદેશી રીતે ઉત્પાદિત લિથિયમ-આયન બેટરી-સંચાલિત ફોર્કલિફ્ટ ચર્ચામાં રહેશે, જેમાં પ્રપ્રાઇટરી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) છે, જે ટકાઉ ઉકેલો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કંપની વ્હિકલ મોનિટરિંગ સિસ્ટમ પણ રજૂ કરશે જે રીઅલ-ટાઇમ પર્ફોર્મન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એલર્ટ અંગે માહિતી આપશે. જેની મદદથી આગોતરી જાળવણીની ક્ષમતાઓમાં વધારો થશે. તેમજ સ્માર્ટ ઇન્ટ્રાલોજિસ્ટિક્સ સોલ્યુશન્સને વેગ આપશે.

આ સમાચાર પણ વાંચો:  Metro train frequency: મુસાફરો માટે શરુ કરી નવી સુવિધાઓ, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી

એક્સ્પોમાં વેરી નેરો આઈલ (VNA) આર્ટિક્યુલેટેડ ફોર્કલિફ્ટ પણ રજૂ કરવામાં આવશે, જે 2 મીટર જેટલા સાંકડા માર્ગમાં 12.5 મીટર સુધીની ઊંચાઈએ કાર્ય કરવા સક્ષમ છે. પરિણામે તે તેટલી જ જગ્યામાં છ ગણા પેલેટ સ્થળોનો વધારો કરશે. આ સાથે તે માર્કેટમાં સૌથી વધુ જગ્યા-અસરકારક ઉકેલો પૈકી એક બનશે.

ગોદરેજ એકમાત્ર ભારતીય ઉત્પાદક છે જેણે ઉચ્ચ ક્ષમતાવાળી બેટરીઓ સાથે ઓપરેટર આરામ, સલામતી સુવિધાઓ અને મહત્તમ ઉત્પાદકતા પ્રદાન કરવા માટે આ ઉત્પાદન ડિઝાઇન કર્યું છે. ફેક્ટરી સંચાલિત વેરહાઉસમાં આનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. ગોદરેજ સ્વદેશી રીતે વિકસિત 3-વ્હીલ કાઉન્ટરબેલેન્સ ફોર્કલિફ્ટનું પણ પ્રદર્શન કરી રહ્યું છે જે વેરહાઉસ સાધનોના પ્રદર્શન અને જગ્યા ઑપ્ટિમાઇઝેશનની દ્રષ્ટિએ ફોર્કલિફ્ટનો લાભ પૂરો પાડે છે. આ વર્કહોર્સ ઉદ્યોગમાં પ્રથમ વેટ ડિસ્ક બ્રેક્સ સાથે આવે છે અને કાર્યસ્થળ પર ઓપરેટર આરામ અને સલામતીમાં વધારો કરે છે. રીચ ટ્રકઃ ગોદરેજ એકમાત્ર ભારતીય ઉત્પાદક છે કે, જેણે ઓપરેટને અનુકૂળતા, સુરક્ષા અને ઊચ્ચ ક્ષમતાવાળી બેટરી સાથે મહત્તમ ઉત્પાદક્તા હાંસલ કરતી આ પ્રોડક્ટ રજૂ કરી છે.

Godrej Enterprises: ફેક્ટરી સંચાલિત વેરહાઉસમાં તેનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે. ગોદરેજ સ્વદેશી રીતે વિકસિત થ્રી-વ્હીલ કાઉન્ટરબેલેન્સ ફોર્કલિફ્ટનું પણ પ્રદર્શન કરી રહ્યું છે જે વેરહાઉસના સાધનોના પર્ફોર્મન્સ અને સ્પેસ ઑપ્ટિમાઇઝેશનની દ્રષ્ટિએ લાભ પૂરો પાડે છે. ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ વેટ ડિસ્ક બ્રેક્સ સાથે સજ્જ આ વર્કહોર્સ કામના સ્થળે ઓપરેટરની આરામ અને સલામતીમાં વધારો કરે છે.

આ સમાચાર પણ વાંચો:  ભારતીય શેર બજાર ને પસંદ આવી PM મોદી-ટ્રમ્પની મુલાકાત, દ્વિપક્ષીય બેઠક બાદ ઉંધા માથે પટકાયું; આ શેર ધડામ દઈને પડ્યા..
ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપના મટિરિયલ હેન્ડલિંગ ઈક્વિપમેન્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડન્ટ અને બિઝનેસ હેડ અનિલ લિંગાયતે જણાવ્યું હતું કે, “અમારી વ્યૂહરચનાનું કેન્દ્ર ટકાઉપણું છે, અમે અમારી પ્રોડક્ટ રેન્જમાં ઊર્જા-અસરકારક ઉકેલો, પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ભારતના ઇન્ટ્રાલોજિસ્ટિક્સમાં માર્કેટ લીડર તરીકે અમે અમારા ગ્રાહકોને આ સ્પર્ધાત્મક માહોલમાં ઈનોવેટિવ ઉકેલો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારું લક્ષ્ય વિવિધ વ્યવસાયોને તેમના આંતરિક મટિરિયલ પ્રવાહને અસરકારક બનાવવામાં મદદરૂપ થવાનું છે, જેનાથી તેઓ તેમના મુખ્ય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. અમારા ડાયવર્સ પોર્ટફોલિયોમાં બાહ્ય આકરા પડકારોનો સામનો અને વેરહાઉસની માગને અનુરૂપ ફોર્કલિફ્ટ અને વેરહાઉસ સાધનો સમાવિષ્ટ છે, જે ભારતના 100 કિમી વિસ્તારમાં સ્થાપિત કોઈપણ ઈન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસ, રિટેલ, ઈકોમર્સ, 3PLને એક વ્યાપક સર્વિસ નેટવર્ક પૂરુ પાડે છે. અદ્યતન અને ટકાઉ ઉકેલો સાથે, અમે હરિયાળા અને વધુ કાર્યક્ષમ ભવિષ્ય માટે અત્યાધુનિક ઉકેલો સાથે વ્યવસાયોને સશક્ત બનાવવા પ્રયત્નશીલ છીએ.”

Godrej Enterprises: અમારો બિઝનેસ રિટેલ, ઈ-કોમર્સ, ક્યુ-કોમર્સ, ફાર્માસ્યુટિકલ્સ, એફએમસીજી, 3PL અને કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સ જેવા વિકસતા ક્ષેત્રોને લક્ષ્ય બનાવી રહ્યો છે, જેમને પોતાની ઝડપથી વિકસતી સપ્લાય ચેઇન માંગણીઓને પૂર્ણ કરવા માટે અદ્યતન અને ઈનોવેટિવ મટિરિયલ હેન્ડલિંગ સોલ્યુશન્સની જરૂર છે.

LogiMAT ઇન્ડિયા 2025 ગોદરેજ એન્ટરપ્રાઇઝ ગ્રુપની ક્ષમતાઓનું પ્રદર્શન કરવા અને ઇન્ટ્રાલોજિસ્ટિક્સમાં ટકાઉપણું અને ઈનોવેશન પર તેના ફોકસની નોંધ લેતું નોંધનીય યાદગાર એક્સ્પો બનવાનું વચન આપે છે. મટિરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ બિઝનેસનો સ્ટોલ હોલ 4 માં સ્ટોલ નંબર B-20 પર હશે. મુલાકાતીઓ આ અત્યાધુનિક ટેકનોલોજી અને ઈનોવેટિવ ઉકેલોની વિશાળ રેન્જ નિહાળે તેવી અપેક્ષા છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed 

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version