Site icon

અંધેરીનો ગોખલે બ્રિજ 7 નવેમ્બરથી વાહન વ્યવહાર માટે રહેશે બંધ – હવે આ વૈકલ્પિક માર્ગ પરથી કરી શકશો મુસાફરી

News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ ગોખલે બ્રિજ(Gokhale bridge)ને ઓછામાં ઓછા બે વર્ષ સુધી તમામ વાહનોની અવરજવર માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ પુલનો એક ભાગ 2018માં તૂટી પડ્યો હતો, જેમાં બે લોકોના મોત થયા હતા. દરમિયાન, અંધેરી પૂર્વ અને પશ્ચિમને જોડતો ગોખલે બ્રિજ પુનઃનિર્માણ માટે સોમવાર 7 નવેમ્બરથી બંધ રહેશે.

Join Our WhatsApp Community

થોડા દિવસો પહેલા મુંબઈ મહાનગરપાલિકા(BMC) અને મુંબઈ પોલીસે(Mumbai Police) આ પુલનું નિરીક્ષણ કર્યું હતું. આ પુલ અંધેરી પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો મુખ્ય અને ઉપનગરીય માર્ગ છે. નગરપાલિકા દ્વારા નિયુક્ત કન્સલ્ટન્સી ફર્મે ગોખલે બ્રિજને બંધ કરવાનું સૂચન કર્યું હતું કે તે વાહનોની અવરજવર માટે જોખમી અને અસુરક્ષિત છે. આ પછી પુનઃનિર્માણ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે ઓછામાં ઓછા બે વર્ષ સુધી પુલને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અંધેરીમાં ગોખલે બ્રિજ બંધ થવાને કારણે સર્જાયેલી ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસે ટ્રાફિક માટે 6 વૈકલ્પિક માર્ગો આપ્યા છે.

આ સમાચાર પણ વાંચો: માત્ર એક માસની બાળકીના પેટમાંથી મળી એવી વસ્તુ- કે ડોક્ટરો પણ થઈ ગયા અવાક- કહ્યું- આવો કેસ તો દુનિયામાં પહેલી વખત

ખાર સબવે(Khar Subway), ખાર

મિલન સબવે ફ્લાયઓવર(Milna Subway Flywover), સાંતાક્રુઝ 

કેપ્ટન ગોરે ફ્લાયઓવર (વિલેપાર્લે ફ્લાયઓવર), વિલેપાર્લે

અંધેરી સબવે, અંધેરી, મુંબઈ

બાળાસાહેબ ઠાકરે ફ્લાયઓવર, જોગેશ્વરી

મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર, ગોરેગાંવ

Mumbai attacks: મુંબઈ હુમલા પર ચિદમ્બરમની મોટી કબૂલાત, યુએસ વિદેશ મંત્રી કોન્ડોલીઝા રાઇસ ને લઈને કહી આવી વાત
Mumbai Weather: ઠાણે, પાલઘર, રાયગઢમાં ભારે વરસાદની સંભાવના,મુંબઈ માટે આજે જારી કરવામાં આવ્યું આ એલર્ટ! જાણોકેવું રહેશે હવામાન?
Mumbai-Ahmedabad Highway: મુંબઈ-અમદાવાદ હાઇવે (NH-48) બન્યો ‘મોતનો ફાંસલો’, તલાસરી-દહીંસર પટ્ટા પર આ વર્ષે ૨૩૮ અકસ્માતોમાં થયા આટલા લોકોના મૃત્યુ
Bullet Train NMIA Link: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરને નવી મુંબઈ એરપોર્ટ સુધી જોડવા માટે પ્રસ્તાવ,જાણો કાર્ય ની પ્રગતિ અને સમયરેખા
Exit mobile version