News Continuous Bureau | Mumbai
ભાજપના(BJP) ધારાસભ્ય(MLA) પ્રસાદ લાડના(Prasad Lad) માટુંગામાં(Matunga) આવેલા ઘરની બહાર રવિવારે એક શંકાસ્પદ બૅગ(Suspicious bag) મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઘટના સ્થળે પોલીસે તપાસ(Police investigation) કરતા તેમાંથી સોના(Gold), ચાંદી(Silver), પૈસા અને ભગવાનની મૂર્તિ(God idol) મળી આવી હતી. પોલીસે પંચનામું કરીને તમામ વસ્તુઓનો કબજો લીધો હતો.
પ્રસાદ લાડના સુરક્ષા રક્ષકને(Security guard) તેમના ઘરની બહાર આ બેગ રવિવારે સવારે પડેલી જણાઈ હતી. તેથી તેમણે તુરંત માટુંગા પોલીસ સ્ટેશનને(Matunga police station) ફોન કર્યો હતો. પોલીસે બેગ ખોલતા તેમાંથી કિંમતી, સોના,ચાંદી સહિત ભગવાનની મૂર્તિ મળી આવી હતી. લાડના ઘરની બહાર બંદોબસ્ત હોવા છતાં આ બૅગ તેમના ઘરની બહાર અજાણ્યા શખ્સ બેગ મૂકી જતા પોલીસ પણ ચકરાવે ચઢી ગઈ છે. પ્રસાદ લાડના કહેવા મુજબ આ અગાઉ પણ આવો બનાવ બન્યો હતો. તેથી તેમનો પરિવાર ડરી ગયો છે અને તેમણે પોલીસને બંદોબસ્ત વધારવાની માંગણી કરી છે.
આ સમાચાર પણ વાંચો : 1993 મુંબઈ બ્લાસ્ટના ગેંગસ્ટર અબુ સાલેમને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો-હજુ આટલા વર્ષ સુધી નહીં મળે જેલમાંથી મુક્તિ
આ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજને(CCTV Footage)આધારે તપાસ ચાલુ કરી છે. આ બૅગ લાડના ઘરની બહાર કોણે મૂકી તે તપાસ બાદ જણાઈ આવશે. જોકે પ્રાથમિક તપાસમાં કોઈ ચોરે કોઈ જગ્યાએ ચોરી કરી હોવી જોઈએ અને આ ચોરીનો માલ હોવો જોઈએ એવી શંકા છે.