કુરિયરવાળાની હાથચાલાકી- આટલા કરોડનું કિંમતી સોનુ પાર્સલમાંથી કર્યું ગુમ- પોલીસે કુરિયર કંપનીના માલિક સહિત ત્રણની કરી ધરપકડ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ બુલિયનના વેપારીને 1.06 કરોડ રૂપિયાની કિંમતની બે કિલોગ્રામ સોના પહોંચાડવાને બદલે બારોબાર તડફાવી જનારા કુરિયર કંપનીના રતલામમાં રહેલા માલિક સહિત તેની મુંબઈ બ્રાન્ચના ત્રણ લોકોની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.

મુંબઈની એલ.ટી.માર્ગ પોલીસે કુરિયન કંપનીના માલિક કૃપાશંકર શર્મા, મનીષકુમાર પારસમલ, વિષ્ણુ ઉર્ફે સોમવારી પરમાર ધરપકડ કરી છે. ત્રણેય આરોપી સામે છેતરપીંડી અને ફોજદારીનો ગુનો નોંધવામા આવ્યો છે. હાલ તેમને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આ લોકોએ પાર્સલમાંથી એક કિલો સોનુ તડફાવી લીધો હોવાનો આરોપ છે.

આ સમાચાર પણ વાંચો :  કહેવાય અલ્પસંખ્યાંક પણ નોકરીને મામલે અવ્વલ-સરકારી બેંકોમાં જાત-પાત પ્રમાણે કઈ જમાત પાસે કેટલી નોકરીઓ છે તેના આંકડા સામે આવ્યા

પોલીસના જણાવ્યા અનુસાર 28 એપ્રિલે બુલિયન વેપારી અનિલકુમાર પુરોહિતની કંપની એ.પી.બુલિયન એન્ડ જવેલરે 53.50 લાખ રૂપિયા પુષ્પક ઓફ ક્રીએટીવ ગોલ્ડને આરટીજીએથી 24 કેરેટના એક કિલોગ્રામ ગોલ્ડ બાર માટે ચૂકવ્યા હતા, આ સોનું કુરિયર કંપની અશોક લોજીસ્ટિક એન્ડ પાર્સલ સર્વિસથી મળવાનું હતું. જોકે કંપનીને આ સોનુ મળ્યું જ નહોતું.

પોલીસ તપાસમાં જણાયું હતું કે આ અગાઉ પણ કુરિયર કંપનીએ એપ્રિલમાં મહેરાજ જ્વેલર્સ નામની કંપનીનું એક કિલોગ્રામ સોનાના પાર્સલની ડિલીવરી કરી નહોતી. તેથી મહેરાજ જ્વેલર્સ અ એ.પી.બુલિયનના  પુરોહિતે એલ.ટી.માર્ગ પોલીસમાં બે કુરિયર કંપની સામે ફરિયાદ નોંધાવી હતી.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment