News Continuous Bureau | Mumbai
Gold smuggling : છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં સોનાની દાણચોરીના બનાવોમાં ભારે વધારો થયો છે. આરોપીઓ સોના અને હીરાની દાણચોરી માટે અલગ-અલગ તરકીબ અપનાવે છે. તો બીજી તરફ કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ સતર્ક છે અને સોનાની દાણચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં કરી રહ્યા છે. આ જ કડીમાં કસ્ટમ વિભાગે સોમવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરી છે.
Gold smuggling : નૂડલ્સના પેકેટ મારફતે સોનાની દાણચોરી
કસ્ટમ વિભાગને મુંબઈ એરપોર્ટ પરથી નૂડલ્સના પેકેટ મારફતે સોનાની દાણચોરી થઈ રહી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ અધિકારીઓએ શકમંદોની શોધખોળ હાથ ધરી હતી. આ સમયે, આરોપીઓ પાસે 254.71 કેરેટ કુદરતી હીરા અને 977.98 કેરેટ લેબોરેટરીમાં ઉગાડવામાં આવેલા હીરા મળી આવ્યા હતા જેની બજારમાં કિંમત અધધ રૂ. 2 કરોડ રૂપિયા છે.
ગજબની #દાણચોરી.. #મુંબઈ એરપોર્ટ પરથી #નૂડલ્સના પેકેટમાંથી નીકળ્યા કરોડોના #હીરા, અધિકારીઓએ #દાણચોરોને આ રીતે પકડી પાડ્યાં..#goldsmuggling #GOLD #Mumbaiairport #DIAMOND #MumbaiCustoms #MumbaiPolice #Mumbai #newscontinuous pic.twitter.com/AcE1zUAE1u
— news continuous (@NewsContinuous) April 23, 2024
Gold smuggling : કુલ કિંમત લગભગ 6 કરોડ 46 લાખ રૂપિયા છે
આ ઉપરાંત આરોપી પાસેથી 4.4 કરોડની કિંમતનું 6.8 કિલો સોનું પણ મળી આવ્યું હતું. આ હીરાની સાથે નૂડલ્સમાં સોનાની દાણચોરી કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા હીરા અને સોનાની કુલ કિંમત 6 કરોડ 46 લાખ રૂપિયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આટલા મોટા જથ્થામાં જપ્ત કરાયેલું સોનું બહારથી એરક્રાફ્ટ મારફતે સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : વોડાફોન આઈડિયાનો એફપીઓ આટલા ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો, છેલ્લી મિનિટોમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો.. જાણો વિગતે..
Gold smuggling : દિવસેને દિવસે વધી રહી છે સોનાની દાણચોરી
હાલ મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગના અધિકારીઓ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સોનાની દાણચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ગયા મહિને કસ્ટમ વિભાગની ટીમે દાણચોરીના બે મોટા કેસમાં દુબઈથી લાવવામાં આવેલ કરોડો રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.