Site icon

Gold smuggling : ગજબની દાણચોરી.. મુંબઈ એરપોર્ટ પરથી નૂડલ્સના પેકેટમાંથી નીકળ્યા કરોડોના હીરા, અધિકારીઓએ દાણચોરોને આ રીતે પકડી પાડ્યાં; જુઓ વિડીયો..

Gold smuggling : મહારાષ્ટ્રમાં કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. મુંબઈ કસ્ટમ વિભાગની ટીમે મુંબઈ એરપોર્ટ પરથી 4.44 કરોડ રૂપિયાનું સોનું અને 2.2 કરોડ રૂપિયાના હીરા જપ્ત કર્યા છે. કસ્ટમ્સે 13 અલગ-અલગ કેસમાં કુલ રૂ. 6.46 કરોડનો દાણચોરીનો માલ જપ્ત કર્યો છે. તસ્કરોએ હીરાને નૂડલ્સના પેકેટમાં છુપાવી દીધા હતા,

Gold smuggling Diamonds hidden in noodle packets seized in Mumbai

Gold smuggling Diamonds hidden in noodle packets seized in Mumbai

 News Continuous Bureau | Mumbai

Gold smuggling : છેલ્લા કેટલાક દિવસોમાં દેશભરમાં સોનાની દાણચોરીના બનાવોમાં ભારે વધારો થયો છે. આરોપીઓ સોના અને હીરાની દાણચોરી માટે અલગ-અલગ તરકીબ અપનાવે છે. તો બીજી તરફ કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ સતર્ક છે અને સોનાની દાણચોરીના આરોપીઓની ધરપકડ કરવામાં કરી રહ્યા છે. આ જ કડીમાં કસ્ટમ વિભાગે સોમવારે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરી છે.

Join Our WhatsApp Community

Gold smuggling : નૂડલ્સના પેકેટ મારફતે સોનાની દાણચોરી

 કસ્ટમ વિભાગને મુંબઈ એરપોર્ટ પરથી નૂડલ્સના પેકેટ મારફતે સોનાની દાણચોરી થઈ રહી હોવાની માહિતી  મળી હતી. માહિતી મળતાની સાથે જ અધિકારીઓએ શકમંદોની શોધખોળ હાથ ધરી હતી. આ સમયે, આરોપીઓ પાસે 254.71 કેરેટ કુદરતી હીરા અને 977.98 કેરેટ લેબોરેટરીમાં ઉગાડવામાં આવેલા હીરા મળી આવ્યા હતા જેની બજારમાં કિંમત અધધ રૂ. 2 કરોડ રૂપિયા છે.

Gold smuggling : કુલ કિંમત લગભગ 6 કરોડ 46 લાખ રૂપિયા છે

આ ઉપરાંત આરોપી પાસેથી 4.4 કરોડની કિંમતનું 6.8 કિલો સોનું પણ મળી આવ્યું હતું. આ હીરાની સાથે નૂડલ્સમાં સોનાની દાણચોરી કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા હીરા અને સોનાની કુલ કિંમત 6 કરોડ 46 લાખ રૂપિયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આટલા મોટા જથ્થામાં જપ્ત કરાયેલું સોનું બહારથી એરક્રાફ્ટ મારફતે સ્મગલિંગ કરવામાં આવી રહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  વોડાફોન આઈડિયાનો એફપીઓ આટલા ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો, છેલ્લી મિનિટોમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો.. જાણો વિગતે..

Gold smuggling : દિવસેને દિવસે વધી રહી છે સોનાની દાણચોરી 

હાલ મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગના અધિકારીઓ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સોનાની દાણચોરીના કિસ્સાઓ વધી રહ્યા છે. ગયા મહિને કસ્ટમ વિભાગની ટીમે દાણચોરીના બે મોટા કેસમાં દુબઈથી લાવવામાં આવેલ કરોડો રૂપિયાનું સોનું જપ્ત કર્યું હતું.

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version