Site icon

Gold Smuggling : ગુપ્તચર એજન્સીએ મુંબઈના ઝવેરી બજારમાં ચાર દાણચોરોની ધરપકડ કરી, કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો..

Gold Smuggling : ચોક્કસ ઈન્ટેલિજન્સ ઇનપુટ પર, ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ દક્ષિણ મુંબઈના ઝવેરી બજારમાંથી 9.67 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. રિક્રુટરની ઓફિસ પરિસરમાં ફોલો-અપ શોધ હાથ ધરવામાં આવી હતી અને US$190,000 રિકવર કરવામાં આવ્યા હતા, જે દાણચોરી કરાયેલા સોના માટે એડવાન્સ પેમેન્ટ તરીકે ખરીદનાર દ્વારા તેમને આપવામાં આવ્યા હતા.

Gold Smuggling DRI Cracks Down On Mumbai-Based International Gold Smuggling Racket Operating From Zhaveri Bazar

Gold Smuggling DRI Cracks Down On Mumbai-Based International Gold Smuggling Racket Operating From Zhaveri Bazar

News Continuous Bureau | Mumbai

Gold Smuggling : ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ દક્ષિણ મુંબઈ ( South Mumbai ) ના ઝવેરી બજાર ( Zhaveri Bazar ) માં મોટી કાર્યવાહી કરી છે. જેમાં  ડીઆરઆઈએ દાણચોરીનું 9.67 કિલો સોનું, 18.48 કિલો ચાંદી, 1.92 કરોડ ભારતીય ચલણ અને 190,000 યુએસ ડોલર જપ્ત કર્યા છે. ડીઆરઆઈએ રોકડ સહિત 10 કરોડ 48 લાખનું સોનું અને ચાંદી જપ્ત કરી છે. ડીઆરઆઈના એક અધિકારીએ આ જાણકારી આપી છે.

Join Our WhatsApp Community

Gold Smuggling :  બે આફ્રિકન નાગરિકો સહિત ચાર લોકોની ધરપકડ

મીડિયા સાથેની વાતચીતમાં અધિકારીએ જણાવ્યું કે, સોમવારે દક્ષિણ મુંબઈમાં જ્યાં સોનું પીગળવામાં આવે છે તે સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને અહીંથી બે આફ્રિકન નાગરિકો સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાસ્તવમાં ડીઆરઆઈને બાતમી મળી હતી કે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આફ્રિકાથી દાણચોરી કરાયેલું સોનું અહીંના ઝવેરી બજારમાં ઓગાળવામાં આવી રહ્યું છે જેથી વિદેશી પ્રિન્ટ દૂર કરવામાં આવે અને પછી સ્થાનિક બજારમાં મોકલવામાં આવે છે. 

Gold Smuggling :  9.31 કિલો સોનું અને 16.66 કિલો ચાંદી જપ્ત 

અધિકારીઓએ તપાસ દરમિયાન 9.31 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ જપ્ત કરાયેલું સોનું અલગ-અલગ સ્વરૂપનું છે અને તેમાં વિદેશી સોનું પણ સામેલ છે. 16.66 કિલો ચાંદી પણ જપ્ત કરવામાં આવી છે. આગળની કાર્યવાહી દાણચોરીનું સોનું એકત્ર કરનાર વ્યક્તિઓ અને વિદેશી સોનું ઓગાળવામાં સામેલ વ્યક્તિઓ ડીઆરઆઈના રડારમાં છે.

આ સમાચાર પણ વાંચો : Delhi Liquor Policy Case : મનીષ સિસોદિયાને ઝટકો, કોર્ટે લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી, CBIને આપ્યો આ નિર્દેશ..

Gold Smuggling : એક લાખ 90 હજાર યુએસ ડોલર જપ્ત

મહત્વનું છે કે દાણચોરી માટે કેટલાક લોકોની ભરતી કરવામાં આવી હતી. તેઓ આફ્રિકન નાગરિકોનો સંપર્ક કરીને સોનાની દાણચોરી કરે છે. દાણચોરી દ્વારા કરવામાં આવેલું સોનું ઓગળીને પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સ્થાનિક ખરીદનારને સોંપવામાં આવે છે. ડીઆરઆઈએ આ દાણચોરી પર ફોલોઅપ કર્યું અને દાણચોરીનું સોનું એકત્ર કરી રહેલા વ્યક્તિઓની ઓફિસ પર દરોડા પાડ્યા. તેમની પાસેથી એક લાખ 90 હજાર યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીએ માહિતી આપી હતી કે આ વિદેશી ચલણ સ્થાનિક ખરીદદાર દ્વારા દાણચોરીનું સોનું ખરીદવા માટે એડવાન્સ પેમેન્ટ તરીકે આપવામાં આવ્યું હતું.

Mumbai Accident: મુંબઈમાં ગમખ્વાર અકસ્માત: BEST બસે બે યુવકોને કચડ્યા, એકનું મોત, એક ઘાયલ
Mumbai: મુંબઈમાં અનંત ચતુર્દશી પહેલા મળી મોટા આતંકી હુમલાની ધમકી, 400 કિલો RDX સાથે આટલા પાકિસ્તાની આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાની મળી બાતમી
Panvel-Borivali-Vasai: મુંબઈ ના મુસાફરો માટે સારા સમાચાર, આ રેલ કોરિડોર ટૂંક સમયમાં શરુ થવા જઈ રહ્યો છે.
Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Exit mobile version