News Continuous Bureau | Mumbai
૨સાઉદી અરેબિયાના રિયાધથી મુંબઈ મોકલવામાં આવેલા એક કુરિયર પાર્સલ પર DRI ને શંકા ગઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે માંસ દળવાના મશીન (મીટ ગ્રાઇન્ડર) ની અંદર ખૂબ જ ચાલાકીથી ૧,૮૧૫ ગ્રામ વિદેશી સોનું છુપાવવામાં આવ્યું હતું. આ સોનાની બજાર કિંમત અંદાજે ₹૨.૮૯ કરોડ થાય છે.દાણચોરોએ મશીનના અંદરના ભાગે આવેલા ગિયરમાં સોનાના ૩૨ નાના ટુકડાઓ એવી રીતે ફિટ કર્યા હતા કે સામાન્ય તપાસમાં તે પકડાય નહીં.
કેવી રીતે પકડાયું સોનું?
DRI ની મુંબઈ ઝોનલ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે કુરિયર ટર્મિનલ પર વોચ ગોઠવવામાં આવી હતી. જ્યારે પાર્સલની એક્સ-રે તપાસ કરવામાં આવી ત્યારે તેમાં ધાતુના અસામાન્ય ભાગો દેખાયા હતા. મશીનને તોડીને જ્યારે આંતરિક ગિયર ચેક કરવામાં આવ્યા, ત્યારે તેમાંથી ચાલાકીપૂર્વક ફિટ કરેલું સોનું મળી આવ્યું હતું. આ આખી ઓપરેશનમાં અત્યંત આધુનિક ટેકનિકનો ઉપયોગ દાણચોરો દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
નકલી KYC અને ધરપકડ
આ કેસમાં પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમાંથી એક આરોપી પાર્સલની ડિલિવરી લેવા માટે આવ્યો હતો, જ્યારે બીજા આરોપીએ પાર્સલને કસ્ટમ્સ ક્લિયરન્સ અપાવવા માટે નકલી કેવાયસી (KYC) દસ્તાવેજો તૈયાર કરી આપ્યા હતા. DRI હવે આ શિપમેન્ટ પાછળ રહેલા આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક અને તેના મુખ્ય સૂત્રધાર (માસ્ટરમાઈન્ડ) ની શોધખોળ કરી રહી છે.
