Site icon

Gold smuggling In Mumbai: DRIની મોટી કાર્યવાહી! મુંબઈમાંથી અધધ આટલા કિલો સોનુ જપ્ત…. જાણો સમગ્ર મામલો વિગતે અહીં…

Gold smuggling In Mumbai: ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે મુંબઈમાં વિદેશથી દાણચોરી કરાયેલું સોનું લઈ જનારાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં 8.5 કરોડની કિંમતનું 13.7 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

Gold smuggling In Mumbai DRI's big action! Half 13 kg of gold seized from Mumbai

Gold smuggling In Mumbai DRI's big action! Half 13 kg of gold seized from Mumbai

News Continuous Bureau | Mumbai

Gold smuggling In Mumbai: ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (DRI) મુંબઈ (Mumbai) માં વિદેશથી દાણચોરી ( smuggling ) કરાયેલું સોનું ( Gold ) લઈ જનારાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં 8.5 કરોડની કિંમતનું 13.7 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે. ડીઆરઆઈએ આ મામલે મુંબઈ, પુણે અને વારાણસી એમ ત્રણ જગ્યાએ કાર્યવાહી હાથ ધરી છે.

Join Our WhatsApp Community

ડીઆરઆઈ ( DRI ) પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ મામલે ઓક્ટોબરમાં ડીઆરઆઈએ કાર્યવાહી કરી હતી જેમાં 11 લોકોની ધરપકડ કરી હતી. જેમાં DRIએ આરોપીના કબજામાંથી 31 કિલો 700 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત 19 કરોડ રૂપિયા હતી. વધુમાં, એ જ તપાસમાંથી, ડીઆરઆઈ મુંબઈની ટીમે પુણે નજીક બસમાં સોનાની દાણચોરી કરતા બે લોકોની ધરપકડ કરી હતી.

 વ્યક્તિઓ વારાણસીથી ( Varanasi ) નાગપુર સોનું લઈ જઈ રહ્યા હતા…

આ મામલે 30 ઓક્ટોબરે સોનાની દાણચોરી કરનારાઓના કબજામાંથી પાંચ કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. સાંગલી જિલ્લામાં એક આરોપીની સંડોવણી બહાર આવતાં જ 13 કિલો 700 ગ્રામ સોનુ જ્પ્ત કરાયું હતું, તેમ જ 31 ઓક્ટોબરે આરોપીના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Shaheen Afridi on Top : પાકિસ્તાની બોલર શાહીન આફ્રિદીએ વર્લ્ડ કપ 2023ની મધ્યમાં રચ્યો ઈતિહાસ, પહેલીવાર ODI ક્રિકેટમાં બનાવ્યો આ રેકોર્ડ.. જાણો વિગતે..

ડીઆરઆઈના અધિકારીઓને આ મામલામાં તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે બે વ્યક્તિઓ વારાણસીથી નાગપુર સોનું લઈ જઈ રહ્યા હતા. આ માહિતી મળતા જ વારાણસીમાં ડીઆરઆઈની સ્થાનિક ટીમની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી અને આઠ કિલો 700 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં સોનું નાગપુર લઈ જવાનો પ્રયાસ કરી રહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. DRIએ આ કેસમાં હાલ 13 કિલો 700 ગ્રામ સાથે મુંબઈમાંથી ત્રણ અને વારાણસીમાંથી બે લોકોની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Exit mobile version