Site icon

મુંબઈગરા માટે સારા સમાચારઃ બહુ જલદી મોબાઈલ ટિકિટ ફરી ચાલુ થશે, તેના માટે રેલવે અને મહારાષ્ટ્ર સરકાર કરી રહીછે આ કામ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,3 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

બુધવાર.

કોવિડની વેક્સિનના બંને ડોઝ લેનારા મુંબઈગરાને હવે લોકલ ટ્રેનની સિંગલ ટિકિટ આપવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે લગભગ બે લાખ લોકોએ લોકલની ટિકિટ ખરીદી હતી. સિંગલ ટિકિટ આપવાનું ચાલુ કરવાની સાથે જ ટિકિટ કાઉન્ટર પર હવે ભીડ થવા માંડી છે. કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્વ છે ત્યારે ટિકિટ કાઉન્ટરની ભીડને જોતા બહુ જલદી મોબાઈલ ટિકિટીંગ ચાલુ કરવાનો મહારાષ્ટ્ર સરકાર અને રેલવેએ નિર્ણય લીધો છે. અહીં ઉલ્લેખનીય છે કે કોરોના પહેલા મોબાઈલ ટિકિટિંગમા ટિકિટ ખરીદવાનું પ્રમાણ 5થી 7 ટકા રહ્યું છે.

પ્રવાસીઓને દૈનિક સિંગલ ટિકિટ લેવામાં ભારે અડચણ આવી રહી છે. ત્યારે રેલવે અને મહારાષ્ટ્ર સરકાર UTS એપ અને એપ-વેબસાઈટને લિંક કરવા પર કામ કરી રહી છે, જેના પરથી વેક્સિનના બંને ડોઝ લેનારાઓ યુનિવર્સલ પાસ પણ મળી શકશે.

દીપોત્સવઃ અધધ આટલા લાખ દિવડાઓની રોશનીથી આજે ઝળહળી ઉઠશે ભગવાન શ્રીરામની ‘અયોધ્યા નગરી’, સર્જાશે વર્લ્ડ રેકોર્ડ

રેલવે અધિકારીના કહેવા મુજબ  તેઓ સરકાર સાથે યુનિવર્સલ પાસને લિંક કરવાને લઈને કામ કરી રહ્યા છે. યુટીએસ એપની મદદથી લોકો સિઝન ટિકિટ અથવા દૈનિક ટિકિટ ખરીદવા જશે ત્યારે સરકારની એપ કે જયાંથી યુનિવર્સલ પાસ એક્સીસેબલ થઈને ગ્રાહકે વેકિસન લીધી છે કે નહીં તે જાણી શકાશે.

હાલ UTS એપ, ઓટોમેટિકિ ટિકિટ વેન્ડિગ મશીન અને જનસાધારણ ટિકિટ બુકિંગ સેવા પરથી ટિકિટ આપવાનું બંધ છે. ટિકિટ વિન્ડો પર હાલ માસિક અને ત્રિમાસિક પાસ આપવામાં આવે છે. તેમ રવિવારથી દૈનિક ટિકિટ પણ આપવાનું પણ ચાલુ કરવામાં આવ્યું છે.

Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Mumbai airport news: મુંબઈ એરપોર્ટ પરથી નકલી પાસપોર્ટ સાથે બે વિદેશીઓની ધરપકડ
Mumbai drug bust: વસઈમાં 8 કરોડની કિંમતના હેરોઈન સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોની ધરપકડ
Adani Electricity:અદાણી ઇલેક્ટ્રિસિટી નવરાત્રી અને દુર્ગા પૂજા પંડાલ માટે સરળતાથી કનેક્શન અને રાહતદરે વીજળી આપશે
Exit mobile version