News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીએ ( Bhushan Gagrani ) પોતાની સ્વતંત્રતા દિવસ ની સ્પીચ દરમિયાન મુંબઈ શહેરમાં આકાર લઈ રહેલા નવા ફાયર સ્ટેશન ( Fire station ) અને સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંદર્ભે જણાવ્યું હતું. મુંબઈ શહેર દિવસે ને દિવસે વિકસી તેમજ વિસ્તરી રહ્યું છે. ચર્ચગેટથી શરૂ કરીને બોરીવલી – દહિસર, વિરાર સુધી લોકોની વસ્તી પહોંચી ગઈ છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાની ( BMC ) હદ માત્ર દહિસર સુધીની છે. આ સમયે મુંબઈ શહેરમાં ઊંચી ઇમારતો ઝપાટાભેર બની રહી છે. નવા પડકારોને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગરપાલિકા સુસજ્જ છે. મુંબઈ મહાનગર પાલિકાના કમિશનરે પોતાની સ્પીચમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુંબઈ શહેરમાં ઉપનગર ( Mumbai Western Suburbs ) ખાતે વધુ પાંચ ફાયર સ્ટેશન બનશે. હાલ મુંબઈ શહેરમાં 40 જેટલા મોટા 19 જેટલા નાના ફાયર સ્ટેશન છે.
દરમિયાન મુંબઈ શહેરમાંથી મળ સારણ પ્રક્રિયા સરળ બનાવવા માટે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવશે જેને કારણે દૈનિક 1200 મિલિયન લિટર જેટલું સિવરેજ ટ્રીટમેન્ટ ( Sewage Treatment Plant ) શક્ય બનશે. મુંબઈના વરલી, બાંદરા, ધારાવી, વર્સોવા, મલાડ, ઘાટકોપર અને ભાંડુપ ખાતે આ પ્રકારના સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે. આશરે 2000 કરોડ રૂપિયાનો ખર્ચ આ કામ કરવામાં આવશે. આમ મુંબઈ શહેર આગામી દિવસ માટે નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યું છે
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: શાહરુખ ખાને તેના પરિવાર સાથે લહેરાવ્યો તિરંગો, મન્નત ની બહાર ઊભેલા ચાહકો ને આપી આ રીતે સરપ્રાઈઝ