News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં હર બીજા દિવસે કોઈને કોઈ રસ્તો ખોદી કાઢવામાં આવતો હોય છે અને તેનાથી અજાણ વાહનચાલકો(motorist))એ રસ્તા પર પહોંચે ત્યારે તેમને જાણ થતી હોય છે અને તેમનો સમય બરબાદ થઈ જતો હોય છે. હવે જોકે વાહનચાલકોને ‘ગૂગલ મૅપ’(Google Map) પર જ મુંબઈ(Mumbai)ના કયા રસ્તા સમારકામ માટે બંધ (road closed)છે, તેની માહિતી ઉપલબ્ધ થઈ જશે.
એડ્રેસથી લઈને રસ્તો શોધવા માટે મોટા ભાગના લોકો ‘ગૂગલ મૅપ’ની મદદ લેતા હોય છે. પરંતુ મુંબઈમા અનેક વખત જુદાં જુદાં સમારકામ અને કેબલ નાખવા માટે રસ્તાઓ બંધ હોય છે. તેની માહિતી ગૂગલ પર ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલક છેક તે રસ્તા પર પહોંચી જાય ત્યાર બાદ તે રસ્તો બંધ હોવાની તેને જાણ થાય છે. તેને કારણે વાહનચાલકનો સમય તો બરબાદ થાય છે.
આ સમાચાર પણ વાંચો : અક્ષય કુમાર બાદ હવે કરીના કપૂર ખાન આવી લોકોના નિશાના પર, જ્વેલરી ની જાહેરાતે ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો,આ કારણે થઈ રહી છે ટ્રોલ
હવે જોકે મુંબઈ મહાનગરપાલિકા મુંબઈના જે પણ રસ્તા સમારકામ માટે બંધ કરવામાં આવ્યા હશે, તેની માહિતી ‘ગૂગલ’ને સત્તાવાર રીતે જણાવશે. આ માહિતી ‘ગૂગલ’ને જણાવવાના ૨૪ કલાકમાં ‘ગૂગલ મૅપ’ પર અપડેટ કરવામાં આવશે. તેને કારણે ‘ગૂગલ મૅપ’ પર કોઈ રસ્તો શોધનારાને રસ્તો બંધ હોવાની માહિતી મળી જશે.
પાલિકાએ આ પ્રોજેક્ટને પ્રાયોગિક ધોરણે અમલમાં મૂક્યો હતો. દક્ષિણ મુંબઈ(South Mumbai)ના ગણપતરાવ કદમ માર્ગ પર ચાલી રહેલા કામની માહિતી ‘ગૂગલ’ને જણાવવામાં આવી હતી. તેથી આ ઠેકાણે લાલ રંગના ટપકાની લાઈન દેખાતી હતી. આ લાઈન પર ક્લિક કર્યા બાદ રસ્તો બંધ હોવાનું તેમ જ કેટલા સમય માટે તે બંધ હોવાનું જાણી શકાતું હતું. આ પ્રયોગમાં સફળતા મળી છે, તેથી બહુ જલદી મુંબઈના જે પણ રસ્તાઓ માટે તેને બંધ હશે તેની માહિતી ‘ગૂગલ’ને જાણ કરાશે.