Site icon News Continuous Bureau | Mumbai

Goregaon Stepmother Attack Case: ગોરેગાંવમાં કૌટુંબિક વિવાદમાં લોહીની હોળી: પિતાના બીજા લગ્નથી નારાજ પુત્રએ સાવકી માતા પર જીમના લોખંડના વજનથી કર્યો જીવલેણ હુમલો

Goregaon Stepmother Attack Case: બાંગુર નગર પોલીસે આરોપી પુત્રની કરી ધરપકડ, બીમારીને કારણે ઘરે એકલી રહેલી ૩૨ વર્ષીય મહિલા પર હુમલો કરી થયો હતો ફરાર

Bloody Holi in family dispute in Goregaon Son upset over fathers second marriage, fatally attacks stepmother with gym weights

Bloody Holi in family dispute in Goregaon Son upset over fathers second marriage, fatally attacks stepmother with gym weights

News Continuous Bureau | Mumbai

મુંબઈના ગોરેગાંવ પશ્ચિમ વિસ્તારમાં પિતાના બીજા લગ્નનો વિવાદ હિંસામાં પરિણમ્યો છે. એક ૨૫ વર્ષીય યુવકે તેની ૩૨ વર્ષીય સાવકી માતા પર જીમના લોખંડના વજન (વેઇટ પ્લેટ) વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે બાંગુર નગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી પુત્રને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી તેના પિતાના બીજા લગ્નથી લાંબા સમયથી નારાજ હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત મહિલાએ ૪ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. તેના પતિને પહેલી પત્નીથી ચાર બાળકો છે, જેમાં આરોપી સૌથી મોટો પુત્ર છે. આરોપીએ શરૂઆતથી જ આ બીજા લગ્નનો વિરોધ કર્યો હતો અને સાવકી માતાને સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી. આ કૌટુંબિક કલહને કારણે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા.

Join Our WhatsApp Channel

ઘરમાં એકલી જોઈ મહિલા પર કર્યો હુમલો

ઘટનાના દિવસે જ્યારે મહિલા બીમારીના કારણે ઘરે એકલી હતી અને તેના પતિ કામ પર ગયા હતા, ત્યારે આરોપી ઘરે આવ્યો હતો. જૂના વિવાદ મુદ્દે ફરી બોલાચાલી શરૂ થઈ હતી અને ઉગ્ર દલીલો દરમિયાન આવેશમાં આવીને આરોપીએ ઘરમાં પડેલી જીમની ભારે લોખંડની વેઇટ પ્લેટ ઉપાડી મહિલાના માથાના ભાગે ઝીંકી દીધી હતી. હુમલો કર્યા બાદ મહિલા લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી અને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ સમાચાર પણ વાંચો : Gold and Silver Prices Today: ક્યાં જઈને અટકશે સોનાની કિંમત? એક જ દિવસમાં ચાંદી ₹૮,૭૪૦ ઉછળી, સોનું ₹૧.૬૧ લાખને પાર; જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ.

પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો

સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક શતાબ્દી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાંગુર નગર પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ માટે ખાસ ટીમની રચના કરી હતી. ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને ગોરેગાંવ વિસ્તારમાંથી જ ઝડપી પાડ્યો હતો. કોર્ટે આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે અને પોલીસ હવે આ હુમલો પૂર્વાયોજિત કાવતરું હતું કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version