ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 17 ડિસેમ્બર 2021
શુક્રવાર.
તાજેતરમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ આર્કટિકમાં સૌથી ઉંચુ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. વિકાસની હરણફાળ દોડમાં પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પર્યાવરણનું જતન કરવામાં રાખવામાં આવેલી બેદકારીને કારણે હવે વિશ્વને ગ્લોબલ વોર્મિંગનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યાવરણ નિષ્ણાતો સતત ચેતવણી આપી રહ્યા છે. પરંતુ આ ચેતવણીની સતત અવગણના કરવામાં આવી રહી છે. નિષ્ણાતો સતત ગો ગ્રીનને અનુસરવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ વિકાસની પાછળ દોડ મૂકનારા દેશો તેના પ્રત્યે કેટલું ધ્યાન આપશે તેની ખબર નથી. ત્યારે પર્યાવરણના સવંર્ધનને પ્રોત્સાહન આપવાને ઈરાદે ખાનગી કંપનીએ મુંબઈના અંધરી(પશ્ચિમ) પરામાં એક બસ સ્ટોપની કાયા પલટ કરી નાખી છે. અંધેરીમાં લિંક રોડ પર લક્ષ્મી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા બસ સ્ટોપને ગ્રીન કલરથી રંગી નાખવામાં આવ્યું છે. બસ સ્ટોપ પર ઝાડના ઢગલાબંધ કુંડા લગાડવામાં આવ્યા છે. સ્ટોપના કલરની સાથે ત્યાં લાગેલા છોડવાને કારણે આખું બસ સ્ટોપ ગ્રીન કલરનું જણાય છે, જે આવતા જતા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
ઉત્તર મુંબઈના આ ધારાસભ્યને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો. હવે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. જાણો વિગત..